________________
૩૦૨.
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ પુરુષની કામક્રીડાના શબ્દો સંભળાય, તેવા સ્થાનને ત્યાગ કરે તે પહેલી ભાવના. રાગને વશ બની સ્ત્રીઓની સાથે બોલવું નહિ કે સ્ત્રીની કથા પુરુષની સાથે કરવી નહિ અથવા રાગવતી સ્ત્રીની સાથે બેવવું નહિ કે રાગવતી સ્ત્રીની વાતે પુરુષની સાથે કરવી નહિ તે બીજી ભાવના. પૂર્વે ભગવેલા ભેગેનું સ્મરણ તજવું તે ત્રીજી ભાવના. સ્ત્રીનાં કે તેનાં ચિત્ર, મૂર્તિ આદિનાં મુખ, નેત્ર, સ્તન વગેરે વિકારજનક અંગેનું નિરીક્ષણ નહિ કરવું અને પિતાનાં અંગોને સંસ્કાર (ભા) વગેરે નહિ કરવું તે એથી ભાવના. અને સ્નિગ્ધ (માદક) અને સ્વાદિષ્ટ-રસદાર આહારને તથા લુખા પણ અધિક આહારને ત્યાગ કરે તે પાંચમી ભાવના. એ પાંચ ભાવનાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. (વસ્તુતઃ બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન એ જ પાંચ ભાવનાએ છે. પહેલી ભાવનામાં વસતિ, આસન અને ભીંતના અંતરનું વર્જન-એ ત્રણ ગુપ્તિઓ છે; બીજીમાં સ્ત્રીકથાને ત્યાગ ત્રીજીમાં પૂર્વ કીતિ સ્મૃતિને ત્યાગ; એથીમાં ઈન્દ્રિયાદિ અને જોવાનું અને સ્વશરીરની વિભૂષાને ત્યાગ અને પાંચમી ભાવનામાં પ્રણીત અને અતિ આહારનો ત્યાગ –આ રીતે નેવે ગુપ્તિઓનું પાલન આ પાંચમાં આવી જાય છે.) પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ– * स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्विती(स्वपी)न्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् ॥७॥