________________
ચાર પ્રકારની ભાષા અને તેના કર
ઉત્તર ભેદો पढमा भासा सच्चा, बीआ उ मुसा विवज्जिआ तासिं । सच्चामुसा असच्चामुसा पुणो तच्चउत्थी उ ॥१॥
ભાવાર્થ–પહેલી સત્યા, બીજી તેનાથી વિપરીત મૃષા, ત્રીજી સત્યામૃષા (મિશ્ર) અને ચોથી અસત્યા-અમૃષા (વ્યવહાર) ભાષા એમ વ્યવહારનયે ભાષાના મૂળ ચાર ભેદો છે. નિશ્ચયન તે બોલનારના ઉપયોગ (ઉદ્દેશ)ને અનુસારે સત્ય અને અસત્ય, એમ એ જ પ્રકારે ભાષારહસ્યમાં કહેલા છે; અને આરાધક-વિરાધક ભાવની અપેક્ષાએ ઘટે પણ તે બે જ છે. તેમાં પહેલી સત્યાભાષાના દશ ભેદ આ પ્રમાણે છેઃ ૧. જનપદસત્ય-જનપદ એટલે દેશ અમુક દેશમાં કોઈ અમુક વસ્તુ માટે અમુક શબ્દ બેલાતે હોય તે અન્ય દેશમાં ન બેલા હોય તે પણ દેશની અપેક્ષાએ સત્ય ગણાય. ૨. સમ્મતસત્ય-સર્વસંમત વચન, જેમ કે રાત્રિવિકાસી, સૂર્યવિકાસી વગેરે કમળે બધાં પંકમાં (કાદવમાં) ઊગે છે, તે પણ આબાલગોપાલ અરવિન્દને જ પંકજ કહેવાય છે, બીજાને નહિ, માટે પંકજ એટલે અરવિન્દ (કમળ) ગણાય, બીજી જાતનાં કમળ નહિ ઈત્યાદિ. ૩. સ્થાપના સત્ય-સ્થાપના (વ્યવહાર)થી સત્ય; જેમ કે એકડાની આગળ બે મીડાં સ્થાપવાથી સો, ત્રણ મીઠાં