________________
૨૯૦
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ કારણ સ્થિરવાસ ન રહે, કઈ ગામ, નગર કે ઉપાશ્રયાદિ સ્થાનને પ્રતિબંધ (રાગ) ન કરે અને પોતે એકલો વિચરવા માટે યોગ્ય હોય તે, વિશેષ કર્મનિર્જરા માટે, ગુરુની આજ્ઞાથી વિવિધ અભિગ્રહો કરીને, એકલે પણ વિચરે વિશિષ્ટ ચોગ્યતા જેનામાં હોય તે જ એકાકી વિચરી શકે.
૧૦. નિષધા (આસન)-સ્ત્રી, પશુ, પંડકાદિ ભાવકંટક ન હોય તેવી સ્મશાન વગેરે ભૂમિમાં પણ કાર્યોત્સર્ગ વગેરે કરતે મુનિ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને નિર્ભયપણે, શરીરની પણ દરકાર છોડીને, શુભ ભાવનાથી સહે.
૧૧. વસતિ (શસ્યા)-સવારે તે વિહાર કરવાને છે એમ વિચારતે મુનિ વસતિનાં ગરમી, ઠંડી, ખાડા, ટેકરા વગેરેમાં રાગ-દ્વેષ કર્યા વિના સુખ-દુઃખને સહન કરે, સારા-ખોટા ઉપાશ્રય પ્રત્યે રાગ-દ્વેષ ન કરે.
૧૨. આક્રોશ-પિત “ક્ષમાશ્રમણ છે એમ ભાવના ભાવ મુનિ બીજે કઈ પિતાના ઉપર ક્રોધ કરે તો પણ પિતે ક્રોધ ન કરે, કિન્તુ આક્રોશ કરનારને પણ ઉપકારી માને.
૧૩. વધુ (તાડન-તજન)-કઈ તાડન કરે (માર મારે) તેપણ મને મારી તો નથી નાંખતે ને?” એમ સમજતે મુનિ સામે તેને મારે તે નહિ, પણ ભલે એણે દુષ્ટતાથી ક્રોધ કર્યો, તે પણ મારે તે ક્ષમાગુણની સાધના માટે ઉપકાર થયો એમ ચિંતવે.
૧૪. યાચના-પરના દાન ઉપર જીવનારા મુનિને