________________
ભિક્ષુની બાર પડમાઓ
૨૮૭ દત્તિઓથી આહાર અને તેટલી દત્તિઓથી પાણી વહેરે.
આઠમી-પહેલા સાત અહોરાત્રની પ્રતિમામાં ગામની બહાર રહે, ચેાથ ભક્ત (એકાન્તર ઉપવાસ) અને પારણે આયંબિલ કરે, દત્તિનો નિયમ નથી. તેઓ ચત્તા કે પાસું વાળીને સૂઈ રહે, ઊભા રહે, અથવા સરખી જગ્યાએ બેસે –એ પ્રમાણે યથાશક્તિ સાત અહેરાત્ર રહે.
નવમી-બીજા સાત અહોરાત્રની પ્રતિમા પણ ગામનગરાદિની બહાર રહીને પાળે; એમાં એટલું વિશેષ છે કે, ઉત્કટિકા આસને રહીને, અથવા મસ્તક અને પગની પાનીઓ સિવાય શરીરનો અન્ય ભાગ જમીનને ન સ્પશે તેમ, અથવા માત્ર પૃષ્ઠ (પીઠ) સિવાયનું અંગ જમીનને સ્પર્શ ન કરે તેમ, અથવા પગ લાંબા કરીને દંડની જેમ ભૂમિ પર શરીરને લાંબુ કરીને, એમ કઈ પણ આસને રહે.
દશમી-ત્રીજા સાત અહોરાત્રની પણ એમ જ સમજવી; વિશેષ એટલું કે ગોવિંકા આસને, વીરાસને ( સિંહાસન ઉપર બેસીને પગ નીચે મૂકડ્યા પછી આસન લઈ લેતાં જે રીતે શરીર રહે તેમ) કે આંબાના ફળની જેવો શરીરને વાંકો આકાર કરીને રહે. આ ત્રણમાં સાત સાત અહોરાત્ર ઉપરાંત આગળ-પાછળ એકાસણાનો એક એક દિવસ મેળવતાં પ્રત્યેકના નવ નવ દિવસ ગણતાં સત્તાવીશ દિવસે થાય.
અગિયારમી-અહોરાત્રની પ્રતિમામાં છઠ્ઠના તપ