________________
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથ તુલના કરે, તે તે વિષયમાં આત્માની યોગ્યતા કેળવે. જે પ્રતિમાને એટલે કાળ હોય તેટલે કાળ તે પ્રતિમાના પરિકને જાણ. વર્ષ ચાતુર્માસમાં પરિકર્મ કે પ્રતિમા થઈ શકે નહિ. એથી પહેલી અને બીજી એમ બે પ્રતિમા એક વર્ષમાં થઈ શકે; ત્રીજી, ચોથી બે એક એક વર્ષમાં પાંચમી, છઠ્ઠી, સાતમી, ત્રણનું પરિકમે એક એક વર્ષે અને પ્રતિમા પાલન બીજા બીજા વર્ષેએમ દરેકનાં બે બે વર્ષે, એમ પહેલી સાત પ્રતિમાઓ માટે નવા વર્ષે જોઈએ અને પછીની પાંચે એક જ વર્ષમાં થઈ શકે.
પ્રતિમા પાલક જિનકલ્પિકની જેમ, શરીરની મમતા અને સારસંભાલ ન કરે; પ્રાયઃ (આહાર, વિહાર, નિહારને છેડીને) કાર્યોત્સર્ગમાં રહે; દેવાદિના ઉપસર્ગો અને પરીજહોને પણ સમતાપૂર્વક સહન કરે; આહાર અલેપકૃત અને તે પણ એષણના સંસૃષ્ઠાદિ સાત પ્રકારે પૈકી ઉદ્ભૂતાદિ પાંચ પ્રકારે માંના અન્યતર બે પ્રકારેથી લેવાનો અભિગ્રહ કરી, એક પ્રકારથી આહાર અને બીજા પ્રકારથી પાણી ગ્રહણ કરે.
પ્રતિમા ગ્રહણ કરનાર ગરછમાં પરિકર્મ કર્યા પછી ગચ્છમાંથી નીકળીને પહેલી એક મહિનાની પ્રતિમા ગ્રહણ કરે; તે એક મહિના સુધી આહાર અને પાણીની એક એક દત્તિ ગ્રહણ કરે મહિને પૂર્ણ થતાં પુનઃ ગરછમાં આવે અને બીજીનું પરિકર્મ બે મહિના સુધી ગચ્છમાં કરી બીજી પ્રતિમાને સ્વીકારે—એમ સાત પ્રતિમાઓ માટે સમજવું. માત્ર એટલું વિશેષ છે કે જેટલામી પ્રતિમા હોય તેટલી