________________
અષ્ટ પ્રવચનમાતાઓ
૨૮૩ હવે ત્રણ ગુપ્રિઓ પૈકી પહેલી અનેગુપ્તિ કહે છે કે –
विमुक्तकल्पनाजलं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै-मनोगुप्तिरुदाहृता ॥१॥
અર્થ-મનગુપ્તિના ત્રણ પ્રકારે છેઃ ૧. આરોદ્રધ્યાનના કારણભૂત દુષ્ટ કલ્પનાઓની પરંપરાથી મનની મુક્તિ. ૨. પરલોકમાં સુખ આપનારી, શાસ્ત્રને અનુસરતી, ધર્મધ્યાનમાં હેતુભૂત એવી માધ્યચ્યવૃત્તિમાં મનની સ્થિરતા. અને ૩. શુભાશુભ સર્વ મને વ્યાપારથી રહિત ચૌદમાં ગુણસ્થાનકવતી આત્માની ગનિરોધ અવસ્થાને આમાનંદ. આ પ્રમાણે ૧. અકુશલ મનનો નિરોધ, ૨. કુશલ મનની પ્રવૃત્તિ અને ૩. સર્વથા મનના નિરોધરૂપ મનગુપ્તિ ત્રણ પ્રકારે તેના જ્ઞાતા શ્રી તીર્થંકરદેવાએ કહેલી છે. બીજી વચનગતિ–
संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥२॥
અર્થ-મુખ. નેત્ર, ભ્રકુટિ, અંગુલી વગેરેની ચેષ્ટા અથવા ઉધરસ વગેરેના શબ્દ, પથ્થરાદિ ફેંકવું, ઊભા થવું, હુંકાર કર વગેરેના ત્યાગપૂર્વક મૌન કરવું તે વચનગુતિનો એક પ્રકાર અને સર્વથા મૌન નહિ કરતાં મુખે સુખત્રિકાથી જયણા કરવાપૂર્વક લોક અને આગમને અનુસતું બોલવું તે બીજે પ્રકાર. એમ વચનગુપ્તિ બે પ્રકારે છે; અને ભાષા સમિતિમાં સમ્યગૂ વાણીની પ્રવૃત્તિ જ છે, એમ બેનો ભેદ સમજવો.