________________
૨૮૨
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે ૪ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ–
आसनादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः । गृहणीयानिक्षिपेद्वा यत्, सादानसमितिः स्मृता ॥४॥
અર્થ આસન વગેરે કઈ પણ વસ્તુ પહેલાં ઉપગપૂર્વક ચક્ષુથી જોઈને પછી રજોહરણાદિથી પડિલેહીને લેવી કે મૂકવી તે આદાનસમિતિ કહી છે.
પુનઃ પુનઃ પૂજવું, પ્રમાર્જવું, એ અહિંસાના પાલન માટે આવશ્યક છે. તેમાં પ્રમાદ કરનારને જીવ ન મરે તે પણ અહિંસાની બેદરકારીરૂપે (સંભવ) હિંસા લાગે છે, માટે શ્રી જિનેશ્વરેએ આ સમિતિમાં વસ્તુમાત્ર લેતાં મૂકતાં પૂજવા પ્રમાર્જવાનું વિધાન કરેલું છે. ૫. પારિડાપનિકાસમિતિ–
कफमूत्रमलप्राय, निर्जन्तुजगतीतले । यत्नाद्यदुत्सृजेत्साधुः, सोत्सर्गसमितिर्भवेत् ॥५॥
અર્થ-કફ, શ્લેષ્મ, માત્રુ, સ્થડિલ વગેરે તથા નિરુપગી પરઠવવા એગ્ય વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરે વસ્તુઓને સાધુ ત્રણ-સ્થાવર જીવથી રહિત અચિત્ત ભૂમિમાં જણપૂર્વક પરઠવે તે પારિષ્ઠાપનિકાસમિતિ જાણવી.
જેમ શરીરમાં નિરુપકાર બની ગયેલ અલ્પ પણ મળી રહી જય તે તે પીડા ઉપરાંત અન્ય રોગોને પ્રગટ કરે છે, તેમ સંયમી જીવનમાં નિરુપયોગી બની ગયેલી વસ્તુ નહિ પરઠવવાથી તેના ઉપર મમત્વ અને પ્રમાદનું કારણ બને છે, પરિણામે સંયમને પીડારૂપ અને ઉત્તરેત્તર પ્રમાદની વૃદ્ધિમાં સહાય કરે છે. જેમ ઉપયોગી વસ્તુ પણ પ્રમાણાતીત લેવાથી શરીરને બાધા-રેગ કરે છે, તેમ ઉપયોગી ઉપકરણ માટે પણ સંયમને અંગે સમજી લેવું. .