________________
૨૭૮
શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ
ઈર્ષ્યા, અભિમાનાદિ અશુભ ભાવાથી રોકી ધમ ધ્યાનાદિમાં જોડવુ' તે ૧૫, મનસંયમ. સાવદ્ય, કઠોર, તુચ્છ વગેરે દુષ્ટ વચનથી અટકવુ અને સત્ય, પથ્ય, મિત અને પ્રીતિકારક ખેલવું તે ૧૬. વાર્ડ્સયમ. અને ગમનાગમના અવશ્ય કરવા ચાગ્ય પ્રવૃત્તિમાં ઉપયાગપૂર્વક કાયવ્યાપાર કરવા તે ૧૭. કાયસયમ, એમ હિ'સાદિ આશ્રવાથી અટકવારૂપે સંયમ સત્તર પ્રકારે જાણવા.
અષ્ટ પ્રવચનમાતાએ
પાંચ સમિતિ અને ત્રણ’ગુપ્તિ, એમ આઠને પ્રવચનની ( ચારિત્રની ) માતાએ કહી છે. કહ્યુ છે કે—
एताश्रास्त्रिगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ १ ॥
અં—આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ સાધુઆના ચારિત્રરૂપી શરીરને ( પુત્રને ) જન્મ આપે છે, પાલન કરે છે અને શુદ્ધ કરે છે, તેથી તે આઠને માતાએ કહી છે.
વસ્તુતઃ મન, વચન અને કાયાના યાગાના બળે અભ્ય તર સયમ (જ્ઞાનાઢિ ગુણા ) પ્રગટે છે, માટે તેની શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવાના ઉપાયરૂપે આઠ પ્રવચનમાતાનુ વિધાન છે.