________________
સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ
૨૭૭
નહિ તે નવ પ્રકારનો સંયમ છે. તેમાં હિંસાદિનો સંકલ્પ કરે તે સંરંભ, પરિતાપ ઉપજાવવો તે સમારંભ અને પ્રાણોનો નાશ કરે તે આરંભ સમજ. તે ઉપરાંત અજીવ એટલે પુસ્તકો વગેરે સંયમનાં ઉપકરણોને સંગ્રહ, દુઃષમ કાળના દોષે બુદ્ધિ, સ્મૃતિ આદિથી હીન, અલ્પ આયુષ્યવાળા વર્તમાનના જીવોના ઉપકારાર્થે તે જરૂરી છે, માટે તેને પ્રતિલેખના, પ્રમાર્જના વગેરે જયણાપૂર્વક રાખવાં તે ૧૦. અજીવસંયમ. નેત્રોથી જેઈને સચિત્તાદિ સહિત નિજીવ ભૂમિમાં બેસવું, સૂવું, ફરવું ઇત્યાદિ ૧૧. પ્રેક્ષાસંયમ. ગૃહસ્થોના સાવદ્ય વ્યાપારો પ્રેરણું નહિ કરતાં ઉપેક્ષા કરવી તે ૧૨. ઉપેક્ષાસંયમ. અથવા બીજી રીતે પ્રેક્ષાસંયમ એટલે સંયમમાં પ્રમાદ કરતા સાધુઓને સંયમમાં પ્રેરણા કરવી તે; અને પાર્થસ્થાદિ સંયમ પ્રત્યે નિર્ધ્વસ પરિણમીઓની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ સમજ. નેત્રોથી જોયેલાં પણ વસ્ત્ર, પાત્ર, ભૂ મિ વગેરેને ઉપયોગ કરતાં, લેતાં, મૂકતાં રજોહરણાદિથી પ્રમાર્જવા તથા વિજાતીય ભૂમિમાં પ્રવેશ કરતાં, દીકળતાં, ગૃહસ્થ વગેરે દેખે તેમ ન હોય ત્યારે, સચિત્તાદિ રજથી ખરડાયેલા પગ વગેરેને પ્રમાવા અને દેખે તેમ હોય તો નહિ પ્રમાવા તે ૧૩. પ્રમાજના સંયમ. થંડિલ (ઉચાર) માત્રુ (પ્રશ્રવણ) વગેરે અથવા અશુદ્ધ તેમ જ સંયમને અનુપકારક જીવસંસક્ત આહાર, પાણી વગેરેને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે ૧૪. પરિઠાપનાસંયમ. મનને દ્રોહ,