________________
૨૬૪
શ્રી શ્રમણજ્યિાનાં સૂત્રો-સાથ પાપકર્મોને વિશેષ પ્રકારે નિચતિ-દૂર કરે અથવા આત્માને વિશેષતયા ઊર્ધ્વ દશામાં દોરે તે વિનય કહેવાય. સર્વ ગુણેની ભૂમિકારૂપ હોવાથી વિનયને મેક્ષનું મૂળ કહેલું છે, એટલું જ નહિ, શિષ્યને શાસ્ત્રમાં “વિનેય” નામ આપીને વિનય કરે તે સંયમનું મુખ્ય અને આવશ્યક અંગ છે એમ સૂચવ્યું છે. ૩. વૈયાવચ્ચ-એનું વર્ણન ઉપર જણાવાયું છે, તેના દશ પ્રકારે છે. તેને અપ્રતિપાતિ ગુણ કહો છે. એનાથી વીર્યાન્તરાય વગેરે કર્મોને ક્ષય થતાં પુણ્યસાધક અને નિરાકારક નિર્મળ બળ મળે છે, જેનાથી પરિષહે અને ઉપસર્ગોમાં સ્થિર બની આત્મા કઠેર કર્મોને નાશ કરતાં પરંપરાએ મેક્ષને સાધે છે. ૪. સ્વાધ્યાય-સામાન્યતયા વાચના, પૃચછના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા -એમ પાંચ પ્રકારે સ્વાધ્યાયના છે. ગૃહસ્થને દ્રવ્ય ઉપાજનની જેમ સંયમીને સ્વાધ્યાય કરે એ મુખ્ય વ્યાપાર છે; સ્વાધ્યાયથી નવું નવું જ્ઞાન મળે છે. એથી પરિણતિની શુદ્ધિ થતી જાય છે અને અધ્યવસાય-સ્થાને વધતાં ગુણસ્થાનકમાં વૃદ્ધિ (વિશુદ્ધિ) થાય છે. સ્વાધ્યાયમાં વાચનાદિ ત્રણ અને ધર્મકથા દ્રવ્યશ્રત છે અને અનુપ્રેક્ષા ભાવકૃતરૂપ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર શ્રુતજ્ઞાનની સેવા સ્વાધ્યાયરૂપે થાય છે. એનાથી જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને પણ ઘાત થાય છે, ઈત્યાદિ સ્વાધ્યાયનું મહત્વ અતિ ઘણું છે.
૫. ધ્યાન-ધ્યાનના ચાર પ્રકાર છેઃ આર્ત, રૌદ્ર, ધમ્ય અને શુક્લ. એમાંનાં પહેલાં બે અશુભ હેય) અને