________________
ચરણસિત્તરીમાં ૧૨ તપ
સાવદ્ય કાર્યોમાં કાયિક પ્રવૃત્તિ અટકાવવી, અંગે પાંગ વગેરે અવયને સંકેચી રાખવાં.
અનશનાદિ છ પ્રકારને આ તપ બાહ્ય એટલે લોકે દેખે તે અથવા કાયા દ્વારા થતો હોવાથી બાહ્ય છે. તેમાં કષ્ટની અપેક્ષાએ પૂર્વ પૂર્વને તપ કઠીન છે, જેમ કે અનશનમાં સર્વથા આહારને ત્યાગ છે; ઉણોદરીમાં તેમ નથી; ઉણોદરીમાં અલ્પ સુધા સહવાની છે, વૃત્તિસંક્ષેપમાં તેવું નથી, ઈત્યાદિ સ્વયં વિચારવું. મને વિજય માટે ઉત્તરોત્તરને તપ બલવાન આલંબન છે, કારણ કે, ઉપવાસ કરવા કરતાં ઉણોદરી કરવી તેમાં મનને વધારે જીતવું પડે છે. તેથી પણ દ્રવ્યસંક્ષેપમાં વધારે, તેનાથી વધારે રસત્યાગમાં, તેનાથી વધારે કાયફલેશમાં અને સહુથી વધારે મને વિજ્ય સંલીનતા તપમાં કરવું પડે છે. આ બાહ્ય તપ ભાવ (અત્યંતર) તપનું કારણ છે, આધાર છે, શણગાર છે અને બાળ જેને આકર્ષક હોઈ શાસનપ્રભાવનાનું વિશિષ્ટ અંગ છે. આ તપની આરાધનાથી ઈન્દ્રિયને વિજય કરી શકાય છે અને પરિણામે મનને વિજય બનતાં અત્યંતર તપ પ્રગટ થાય છે, તેના છ પ્રકારે આ પ્રમાણે છે–
૧. પ્રાયશ્ચિત્ત-એના આલેચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયેત્સ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત, એમ દશ પ્રકારે છે, જે પ્રાયઃ ચિત્તની (આત્માની) શુદ્ધિ કરે તેને પ્રાયશ્ચિત્ત કહે છે. ૨. વિનયશાસ્ત્રમાં વિનયન ભિન્ન ભિન્ન રીતે અનેક પ્રકારે કહ્યા છે. આમાનાં