________________
૨૪૮
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે પિત કહેવાય, તેથી અધિક લેવાથી વમન વગેરે વિક્રિયા થાય, વ્યાધિ થાય અને છેલ્લે મરણ પણ થાય, માટે પ્રમાણાતિરિક્ત આહાર ન લે.
૩. અંગાર-સ્વાદિષ્ટ આહારાદિની કે તેના દાતારની પ્રશંસા કરતે ભજન કરે તે રાગરૂપ અગ્નિથી ચારિત્રને અંગારા (કોલસા) તુલ્ય બનાવે છે, માટે સરાગપણે એવી પ્રશંસા નહિ કરવી.
૪. ધૂમ્ર-બેસ્વાદ કે અનિષ્ટ અનાદિની કે તેના દેનારની નિંદા કરતે ભોજન કરે તે ચારિત્રને નિન્દારૂપ ધુમાડાથી કાળું બનાવે છે, માટે તેવી નિન્દા નહિ કરવી.
૫. કારણુભાવ-નીચે જણાવેલાં કારણ વિના ભજન કરવાથી સાધુને કારણભાવ નામને દેષ લાગે છે. તે છે કારણે આ પ્રમાણે કહ્યાં છે–
वेअणवेयावच्चे, इरिअढाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छ8 पुण धम्मचिंताए ॥१॥
૧. વેદના-સુધાવેદનીય કર્મના ઉદયથી સુધા સહન ન થવાથી, ૨. શરીરમાં અશક્તિના કારણે વૈયાવચ્ચ ન થવાથી, ૩. નેત્રનું તેજ વગેરે મંદ પડતાં ઈર્યાસમિતિનું પાલન ન થવાથી, ૪. શરીરસામર્થ્યના અભાવે સત્તર અથવા સિત્તેર પ્રકારે સંયમની રક્ષા નહિ થવાથી, ૫. આહાર વિના પ્રાણ જવાને સંશય થવાથી અર્થાત્ મરવાને ભય ઊભું થવાથી અને ૬. આર્તધ્યાન થતાં ધર્મધ્યાનને નાશ