________________
-
२४२
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથે દેનાર તથા લેનારની અપેક્ષાએ બે બે ભેદ છે. તેમાં દ્રવ્યઅપરિણત એટલે પૂર્ણ અચિત્ત નહિ થયેલું; તે દેનારે આપ્યું ન હોય ત્યાં સુધી દાતૃદ્રવ્ય-અપરિણત અને સાધુએ લીધા પછી ગૃહિતૃદ્રવ્ય-અપરિણત સમજવું. ભાવ-અપરિણત એટલે દેવાની વસ્તુના માલિક બે હેય તેમાં એકને દેવાને ભાવ ન હોય તે દાતૃભાવ-અપરિણત અને લેનાર સાધુના સંઘાટક પૈકી એકને શુદ્ધ અને બીજાને અશુદ્ધ સમજાતું હોય તે ગ્રહિતૃભાવ-અપરિણત સમજવું. એવું શંકાવાળું હોવાથી સાધુને લેવું ન કલ્પે, કારણ કે તે લેવાથી ગૃહસ્થ ને કલહાદિ થાય અને સાધુને શકિતાદિ દેષ લાગે. અહીં કો તે “દાતૃભાવ-અપરિણત અને પૂર્વે જણાવ્યું તે “સાધારણ અનિસૃષ્ટ” આ બે દેષમાં દેવાના પરિણામ ન હોય તે ગૃહસ્થની હાજરીમાં બીજે આપે તે દાતૃભાવ-અપરિણત અને પક્ષમાં આપે તે સાધારણ-અનિરુણ એમ ભેદ સમજે અન્યથા બેમાં સમાનતા આવી જાય.
૯ લિસ-જે વસ્તુથી ચીકાશ વગેરે લેપ લાગે, તે લિપ્ત કહેવાય. ઉત્સર્ગથી સાધુએ તેવાં દહીં, દૂધ, છાશ, ઘી વગેરે લેવાં નહિ, કિન્તુ લેપ ન લાગે તેવાં વાલ, ચણા વગેરે લેવાં જોઈએ. છતાં વિશેષ કારણે લેપ લાગે તેવી વસ્તુ પણ લઈ શકાય, ત્યારે સંસૃષ્ટ-અસંતૃષ્ટ હાથ, પાત્ર અને સાવશેષ-નિરવશેષ દ્રવ્ય એ ત્રણ પદના આઠ ભાંગા થાય છે. તેમાં સાવશેષ દ્રવ્યવાળા ચાર ભાંગાથી વહેરવું કપે એમાં એમ સમજવાનું છે કે હાથ અને પાત્ર ખર.