________________
પ્રતિલેખના
૨૦૭
તે દેષને પરિહરું' અને તે તે ગુણેને “આદરું ? વગેરે બેલવાથી આત્મામાંથી તે તે દોષને ત્યાગ અને ગુણેને આવિર્ભાવ થાય છે, આ હકીકત જૈન-અજૈન લોકવ્યવહારમાં પણ વ્યાપક છે.
હાસ્ય, રતિ, અરતિ વગેરે કર્મ પુદ્ગલના ઉદયથી જીવમાં તેવા તેવા હાસ્યાદિ ભાવો જન્મે છે, માટે તેવાં અશુભ પુદ્ગલેને દૂર કરવા કે શુભ પુદ્ગલેને પ્રાપ્ત કરવા મુહપત્તિની સ્પર્શનાપૂર્વક તે તે બેલ બોલવાનું વિધાન હોય એમ સંભવે છે. શરીરના અમુક અમુક અંગોના સ્પર્શથી જેમ કામવાસના જાગે છે, તેમ અમુક અમુક અવયના મુહપત્તિના સ્પર્શથી તે તે દુર્ગણે શાન્ત પણ થાય છે. આ હકીક્ત વર્તમાનમાં “મેરામેરિઝમની ક્રિયાથી સિદ્ધ થઈ છે. ઉપરાંત અનેક રોગોને મટાડવાના આવા ઉપાય પણ વ્યવહારમાં જોવાય છે. આંખે લાગેલા ઝંકાની લાલાશ, સાપ-વિછી વગેરેનાં ઝેર, તથા ભૂત-પ્રેતાદિને વળગાડ દૂર કરવા આવા ઉપાયો કરાય છે અને તેથી લાભ પણ થાય છે. માતા પુત્રના શરીર ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે કે માલિક પિતાનાં ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરે જાનવરે. ઉપર પ્રસન્નતાથી હાથ ફેરવે છે, તે શેક અને થાક ઊતરી જવા સાથે પ્રસન્નતા અને આરામ વધે છે. ધાર્મિક અનુષ્ઠાનેમાં પણ બ્રાહ્મણે ગાયત્રી બેલતાં અંગોને હાથથી સ્પર્શ કરે છે; કાઈ ડાભના ઘાસથી તે કોઈ શ્રુતિથી અંગને સ્પર્શે છે; મુસલમાન નિમાજ વખતે જુદાં જુદાં અમુક અંગોને સ્પર્શ કરે છે, જેમાં પણ ભિન્ન ભિન્ન મુદ્રાઓ વખતે તથા આત્મરક્ષા માટે જિનપંજર સ્તોત્ર બેલતાં પણ તે તે રિીતે અંગસ્પર્શ કરાય છે–વગેરે આબાલગોપાલ પ્રસિદ્ધ છે, તેમ પડિલેહણ કરનાર તે તે બેલ બેલ વાપૂર્વક તે તે અંગે મુહપત્તિને સ્પર્શ કરે તેથી તે તે ગુણે પ્રગટે અને દેષ ટળે એ પણ સત્ય જ છે; માત્ર તેવું પ્રણિધાન અને પ્રયત્ન જોઈએ. શ્રી જિનેશ્વરએ કહેલા ભાવો કદી પણ અસત્ય ઠરતા નથી. જે તેઓએ પડિલેહણ કરવાથી