________________
છીંકને કાયોત્સ-વિધિ
૧૮૯
આવે તો પ્રારંભના ઈરિયાવહીથી પ્રતિક્રમણ ફરીને કરવું. પણ જે તે પછી મટી શાન્તિ સુધીમાં છીંક આવે તો દુખ ખય કમ્મફખયના કાઉસ્સગ્ન પહેલાં ઇરિ૦ પ્રતિકમીને ખમા દઈ “ઈરછા સંદિ૦ ભ૦ શુદ્રોપદ્રવ એહડાવણાથ કાઉસગ્ગ કરું? ઇચ્છું, શુદ્રોપદ્રવ ઓહડાવણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ૦ વગેરે કહી કાર્યોત્સર્ગ કરો. તેમાં ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી (૧૦૮ શ્વાસે ) ચિંતવવા. પારીને વડીલે નીચેની સ્તુતિ કહેવી.
ન ચાગ્નિ , વૈચાવૃત્તલ7 ષિને (સુદ) | क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तु नः ॥१॥
પછી સર્વેએ કાઉસગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.
દેવો બાહ્ય અશુભ નિમિત્તોને ટાળવા સમર્થ છે. એમ આ કાયોત્સર્ગથી અત્યંતર અશુભ કર્મોરૂપ અને બાહ્ય ઉપદ્રવરૂપ બને અમંગળને ટાળી શકાય છે. આ સ્તુતિમાં શ્રી જિનેશ્વરની (શાસનની) વૈયાવચ કરનારા સર્વ યક્ષ અને અબિકાદિ યક્ષિણીઓને સર્વ ઉપદ્રવો, દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. શબ્દનું સામર્થ્ય અચિંત્ય છે. એક શબ્દ પ્રીતિનું અને બીજો વૈરનું કારણ બને છે, ઇત્યાદિ તેની વિશિષ્ટતા શાસ્ત્રોથી અને આજના વિજ્ઞાનથી પણ સિદ્ધ થઈ છે. શબ્દમાં બાહ્ય-અભ્યતર સવે રોગોને (દુઃખોને) નાશ કરવાની અને ઉત્પન્ન કરવાની પણ શક્તિ છે, માટે શબ્દના શુભાશુભ ભેદ. છે અને તેની લાભ-હાનિને અંગે ઉપાય પણ છે.