________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૭પ
અમોને આપ્યું અથવા જેઓએ સૂત્ર-અર્થરૂપે રચ્યું છે. તથા “નર્થ વાન કૃશાન્તિ પારુત્તિ પુનિત તારચરિત શીર્વત્તિ તથિી માપથતિ’–જેઓ સારી રીતે કાયાથી તેને સ્પર્શ કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને યથાર્થ આજ્ઞા દ્વારા આરાધે છે, “તેઓને પણ નમસ્કાર થાઓ”, એ અર્થ અહીં પણ જોડવો. તેમાં કાયાથી સ્પર્શ કરે છે, એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ) કરે છે, પાલન કરે છે, એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને રક્ષણ કરે છે, પૂર્ણ કરે છે, એટલે માત્રા, બિન્દુ, અક્ષરે વગેરેને ભણનાર ભૂલે તો તેને સુધારે છે–પૂરે છે. તરે છે એટલે જીવે ત્યાં સુધી, વિસમરણ નહિ થવા દેતાં, જીવનના છેડા સુધી પહોંચાડે છે-યાદ રાખે છે. કીર્તન કરે છે એટલે પિતાના નામની માફક સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે અથવા સમ્યફ શબ્દચ્ચારણ કરે છે અને યથાર્થ આજ્ઞાનુસાર આરાધે છે એટલે યથાર્થ તેમાં કહેલી આજ્ઞા અથવા સ્વગુરુની આજ્ઞાના પાલનપૂર્વક તેમાં કહેલી ક્રિયા-અનુઠાન કરીને સફળ કરે છે એમ અર્થ સમજ. “હું
નારાયમિતચ મિથ્થા સુત'–હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતે, તે દોષનું હું “મિથ્યા દુષ્કૃત” દઉં છું અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. હવે મંગળ માટે શ્રુતદેવીની સ્તુતિ કહે છે –