________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે પ્રશ્ના ”-પ્રશ્નો અને વ્યાકરણ એટલે ઉત્તરો (સમાધાન-વચને) રૂપે ગૂંથેલે ગ્રંથ તે “પ્રશ્વવ્યાકરણ”. ૧૧.
વિપાવત'-શુભાશુભ કર્મના વિપાકે (ફળ)ને જણાવનારે ગ્રંથ તે “વિપાકશ્રુત”. અને ૧૨. દિવાલઃ - દષ્ટિ એટલે દર્શન અર્થાત્ સર્વ દર્શનેને વાદ, અથવા સર્વ નરૂપી ભિન્ન ભિન્ન દૃષ્ટિએ (અપેક્ષાઓ) જેમાં કહેલી છે, તે ગ્રંથ “દષ્ટિવાદ. આ બાર અંગેનાં નામે જાણવાં. 'सर्वस्मिन्नप्येतस्मिन् द्वादशाङ्गे गणिपीटके भगवति'આ ભગવત્ એવાં ગણિપીટકરૂપ બાર અંગરૂપ સર્વ દ્વાદશાંગીમાં વગેરે બાકીને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે.
એ પ્રમાણે સામાન્યથી અંગપ્રવિષ્ટ કૃતનું વર્ણન કર્યું. અહીં સર્વ સિદ્ધાન્તનાં માત્ર નામ જ કહ્યાં છે, તેનાં ભેદે, શાસ્ત્ર (વિષય), અધ્યયને તથા ઉદ્દેશા વગેરેની સંખ્યાનું પ્રમાણ વગેરે ગ્રંથવિસ્તારના ભયથી કહ્યું નથી, તે અન્ય ગ્રંથમાંથી જાણી લેવાં. .
હવે આ શ્રતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદને “મિચ્છા મિ દુક્કડ' દેવા માટે કહે છે –
'नमस्तेभ्य क्षमाश्रमणेभ्यो यैरिदं द्वादशाङ्गं गणिपीटकं માત-તે ક્ષમાશ્રમણ (મારા ગુરુ અથવા જિનેશ્વરે, ગણધરો વગેરે)ને નમસ્કાર થાઓ, જેઓએ આ ભગવદ્ એવું આચાર્યના રત્નના ખજાનાં સરખું બાર અંગરૂપ શ્રત