________________
દેવદ્રવ્ય. એટલે કે અહીં બધાં ભેદોનાં નામોમાં સ્વરૂપનો જ નિર્દેશ છે. માટે પૂજાથી-ભક્તિથી (પૂજારૂપે-ભક્તિરૂપે) આવેલ તે પૂજા-દેવદ્રવ્ય એ સ્વરૂપ નિર્દેશક અર્થ અહીં અભિપ્રેત છે. પૂજા માટે આવેલ” એવો રૂઢ અર્થ તો ઉપયોગ સૂચક છે, માટે તે અહીં અભિપ્રેત નથી.
વાસ્તવમાં તો ગાથામાં આયાણમાઈ પૂઆદધ્વ' એટલું જ કહ્યું છે એટલે કે ભેટ વગેરેથી આવેલું તે પૂજા-દેવદ્રવ્ય. પૂજા માટે ભેટ આવેલ એમ કહ્યું પણ નથી..
હવે પરિભોગ શબ્દનો અર્થ સમજી લઈએ. વંદિતા સૂત્રની ૨૦મી ગાથામાં શ્રાવકના ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતના વિષયમાં એવી સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે, “એકવાર ભોગવાય તે ઉપભોગ (આહાર, પુષ્પ વગેરે) અને વારંવાર ભોગવાય તે પરિભોગ (આભૂષણ, ઘર વગેરે)” અહીં જિનેશ્વર પરમાત્માની મૂર્તિના-દેહના અનુસંધાનમાં કેસર, વરખ, પુષ્પ વગેરે જે એકવાર જ ભોગવાય છે, તે ઉપભોગ અને જિનમંદિર, આભૂષણ વગેરે જે વારંવાર ભોગવાય છે તે પરિભોગ. પરિભોગ શબ્દનો આ અર્થ અહીં અભિપ્રેત છે.
જિનપડિમા એવો શબ્દ ન મૂકતા જિનદેહ એવો શબ્દ વાપરીને પણ એવો જ અંગુલીનિર્દેશ કરાયો છે કે, જેમ આપણા દેહના ઉપયોગમાં આવતા દ્રવ્યો ઉપભોગ અને પરિભોગમાં વહેંચાય છે, તેમ અહીં પણ જિનદેહના સંદર્ભમાં સમજવું.
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર