________________
ભગવંત દેવદ્રવ્યના ત્રણ પ્રકાર બતાવે છે, તો તે ત્રણ પ્રકારોમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય આવી જવું જોઈએ, આ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
(C) વિષયોના – તત્ત્વોના પ્રકારોનો ક્રમ પણ શાસ્ત્રમાં જે આપ્યો હોય છે, તે સહેતુક જ હોય છે.
આ ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખી ઉપરના શ્લોકોનો અર્થ નીચે મુજબ ઘટાવવો જોઈએ.
બીજું અન્ય શાસ્ત્રોના આધારે એ વાત પણ ખ્યાલમાં રાખવી જોઈએ કે, જિનપૂજા સ્વકર્તવ્યરૂપ છે અને તેથી તે સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે. માટે અહીં બતાવેલ દેવદ્રવ્યનો કોઈપણ પ્રકાર એવો ન જ હોઈ શકે છે, જેમાંથી સ્વકર્તવ્યરૂપ જિનપૂજા થઈ શકે. આ વાત ઉપરના શ્લોકોના સાચા અર્થઘટનથી આગળ સાબિત પણ થશે જ. “ ૧. પૂજા-દેવદ્રવ્ય :
પહેલા, પૂજા-દેવદ્રવ્યનો અર્થ સમજી લઈએ.
અહીં દેવદ્રવ્યના ભેદોના સૂચક નામો સ્વરૂપ સૂચક જ છે, નહીં કે ઉપયોગ સૂચક. જેમકે પૂજાથી-ભક્તિથી આવેલ તે પૂજાદેવદ્રવ્ય. પૂજામાં વપરાઈને ફરી તે જ રૂપે વાપરવા માટે અયોગ્ય થયેલ તે નિર્માલ્ય-દેવદ્રવ્ય. પ્રત્યક્ષ પૂજાના નિર્દેશપૂર્વક અપાયું નથી, પણ જિનભક્તિ નિમિત્તનું હોય તે કલ્પિત
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર