________________
૩૨૧ -
શક્યાથ-લક્ષ્યાથે ] વચ્ચે જે સંબંધ તેનું નામ શક્તિ અહીં તે અર્થ એ શક્યાર્થ.
હવે જે એ પ્રચલિત અર્થ લેવામાં કઈ બાધ આવતું હોય, તો ત્યાં તે પદની “લક્ષણ” કરવી પડે. અને લક્ષણોથી લદ્યાર્થ–લાક્ષણિક અર્થ સમજાય. દા.ત.
જાય ઘોષ' ગંગા પર ગાયને વાડો છે આમાં “ગંગા તે પ્રવાહરૂપ છે. એના પર વાડાને સંબંધ(=અન્વય) બાધિત છે, માટે ત્યાં ગંગાપદની લક્ષણા કરી લાક્ષણિક અર્થ “ગંગાતટ લેવું પડે. અહીં જેમ “શક્તિ' એટલે પદને શાર્થ સાથે સંબંધ, તેમ “લક્ષણ એટલે પદનો લયા સાથે સંબંધ.
હવે લક્ષ્યાર્થ કેણ બને? .
તે કે શક્યાથે સાથે સંબદ્ધ હોય તે લક્ષાર્થ બને. દા.ત. ગંગાપદનું શક્ય ગંગાપ્રવાહ, તત્સંબદ્ધ તટ, એ શક્યાર્થ સાથે સંબદ્ધ છે. માટે એને લક્ષ્યાર્થી કહેવાય.
: એટલે આ આવ્યું કે-પદ્ય શક્તિ–સંબંધ જેની સાથે હોય તે શક્ય કહેવાય. ત્યાં પદ એ શક્ત=શક્તિમત કહેવાય. પદને લક્ષણ-સંબંધ જેની સાથે હોય તેને લક્ષ્ય કહેવાય. ત્યાં “પદ એ લક્ષક ( લાક્ષણિક) બને. शक्यसंबन्धः शक्तिः । शक्यार्थसंबन्धो लक्षणा । .