________________
૩૨૦
ન્યાય ભૂમિકા ઘટાદમાં ગઈ. (જેમ ની ઘર: એવા જ્ઞાનનો વિશેષ્ય ઘટ છે, માટે જ્ઞાન એ વિશેષ્યતાસંબંધથી ઘટમાં ગયું)
હવે, વાક્યમાં અનેક પદો હોય છે. તે તે પદના શક્તિજ્ઞાનથી તે તે પદાર્થને છૂટ-છૂટે બેધ થાય છે. ' ધ્યાનમાં રહે કે –તે તે સ્મરણમાત્ર છે, પદાર્થોપસ્થિતિમાત્ર છે, શાબ્દબોધ નહિ. પણ પછીથી તે તે પદાર્થોને પરસ્પર સંકલિત થઈને જે બેધ થાય છે, (સંકલિત એટલે શૃંખલાબદ્ધ, કડીબદ્ધ, યાને અન્વયવાળો બોધ થાય. છે), એને શાબ્દબોધ (અન્વયેબેધ) કહેવાય. સારાંશ, પદપદથી ઉપસ્થિત થયેલા પદાર્થો અન્વિત થઈને જે બોધ થાય તેને શાબ્દબેધ (અન્વયબાધ) કહેવાય. આ શાદબોધ એ પ્રમા છે, એનું કારણ શબ્દજ્ઞાન એ પ્રમાણ કહેવાય. પદાર્થબુદ્ધિ એ કરણને વ્યાપાર છે. એટલે પદજન્ય પદાર્થો પસ્થિતિ યાને પદજ્ઞાનજન્ય પદાર્થોપસ્થિતિ એ વ્યાપાર કહેવાય.
ઘટપદને ઘટપદાર્થ સાથે જે સંબંધ છે, એ સંબંધને શબ્દ-પ્રકરણમાં “વૃત્તિકહેવામાં આવે છે. અહીં “વૃત્તિ એટલે પદ અને એનાથી બેધ્ય પદાર્થ વચ્ચેનો સંબંધ. આ “વૃત્તિ સંબંધ બે પ્રકારે હોય છે -
(૧) શક્તિ, અને (૨) લક્ષણ
તે તે પદથી લેકમાં પ્રચલિત અર્થ સમજાય છે એ પદનો શકવાર્થ કહેવાય. એ સૂચવે છે કે તે તે પદમાં તદ બેધકતાની શક્તિ છે. અર્થાત્ તે પદ અને તે અર્થ