________________
૨૭૨
ન્યાય ભૂમિકા પદાર્થોને બેધ નિરંતર યાને હંમેશાં ચાલુ રહે છે, અને (૨) બીજાથી જ્યારે ચિંતા કરે કે “મારે આ જાણવું છે ત્યારે જ બંધ થાય છે. આ હિસાબે સર્વદા જ્ઞાનવાળા યેગીને “યુક્તયોગી' કહે છે અને ચિંતા કરે ત્યારે જ થતા જ્ઞાનવાળા યાગીને “યું જાનગી” કહે છે. આમાં જે યોગજ ધર્મ (=અદષ્ટ) ઉત્પન્ન થાય તે જ સનિકર્ષનું કામ કરે એટલે એને યોગ જ પ્રત્યાતિ (=સનિકર્ષ) કહે છે.
ચક્ષુ એ પ્રાપ્ય પ્રકાશકારી? કે
અપ્રાપ્ય પ્રકાશકારી? જનમતિ દ્રથના પ્રત્યક્ષમાં દ્રવ્ય સાથે ચક્ષુઃસંયોગ કારણ નથી, કેમકે ચક્ષુને અપ્રાપ્ય-પ્રકાશકારી સ્વભાવ છે. એટલે કે ચક્ષુ શરીરની બહાર વિસ્તરીને ઠેઠ સૂર્યચન્દ્રાદિ દૂરદેશસ્થ દ્રવ્યની સાથે સંગ પામે એવું બનતું નથી. પણ વિના સંગે જ ચક્ષુ તે તે દ્રવ્યનું પ્રત્યક્ષ કરાવે છે. અગર કહો કે -
પ્રવે–ચક્ષુને જે સંયોગ અપેક્ષિત ન હોય તે પશ્ચાદુવતી દ્રવ્યનું પ્રત્યક્ષ કેમ ન થાય? | ઉ-ચક્ષુને “ ગ્યદેશસ્થ-ગ્રહણ” સ્વભાવ છે. અહીં યોગ્ય દેશ તરીકે પુરવર્તી (સામે રહેલે) દેશ છે, તેથી પશ્ચાદ્દવર્તી દેશ એ ગ્ય દેશ નથી; તેમજ પશ્ચાદવતી દ્રા ગદેશસ્થ નથી. માટે એનું પ્રત્યક્ષ ન થાય. અલબત મસ્તક ફેરવીને જુએ તો એજ પશ્ચાદ્દવતી વસ્તુ ચક્ષુને