________________
૨૬૨
ન્યાય ભૂમિકા લાગુ થાય છે. એટલે ઈન્દ્રિય આ સન્નિકર્ષથી પીતત્વપતનત્વ વગેરેમાં પહેચી, તેથી પીતત્વ-પતનત્વ વગેરેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય.
' આ હિસાબે, રસત્વ-ગંધત્વ વગેરેનું પ્રત્યક્ષ કરવું હોય તે, ચક્ષુને બદલે રસના-ધ્રાણ...વગેરે લઈ “રસના સંયુક્તસમાવેતસમવાય “ઘાણસંયુક્ત સમવેતસમવાય” વગેરે સનિકર્ષ લેવા પડે.
() સમવાય આ સન્નિકર્ષ ફક્ત “શબ્દ”નું પ્રત્યક્ષ કરવા લાગુ પડે છે. તે આ રીતે – કે શબ્દ એ આકાશને ગુણ છે. એ શબ્દરૂપી વિષયમાં શ્રોત્ર ઇન્દ્રિય પહોંચાડવી પડે. તે અહીં ન્યાયમતે શ્રોત્ર-ઈન્દ્રિય આકાશ સ્વરૂપ છે. કર્ણશષ્ફલ્યવરિછન્ન આકાશ” એજ શ્રોત્રેન્દ્રિય. તેથી હવે જ્યારે આકાશ પિતે જ શ્રોત્રન્દ્રિય બન્યું, એટલે એ આકાશરૂપ ઈન્દ્રિયને “શબ્દ વિષય સાથે સીધે “સમવાયસન્નિકર્ષ લાગવાને. એટલે શબ્દ માટે શ્રોત્ર-સમવાય એ જ સનિક, એનાથી શબ્દનું પ્રત્યક્ષ થાય; (જેમકે, ઘટ માટે ચક્ષુ સંગ એ જ સન્નિકર્ષ છે, તે ઘટ સાથે ચક્ષુસંગ' લાગતાં ઘટનું પ્રત્યક્ષ થાય છે; એમ શબ્દ સાથે “શબ્દ-સમવાય' લાગતાં શબ્દનું પ્રત્યક્ષ થાય
(૫) સમતસમવાય ? આ સનિકર્ષ શબ્દગત શબ્દત્વ, તારત્વ, મંદવ....વગેરે જાતિનું પ્રત્યક્ષ કરવા લાગુ પડે. દા. ત. શ્રોત્રઇન્દ્રિય આકાશ છે, એમાં સમવેત શબ્દ