________________
૨૫૮
ન્યાય ભૂમિકા પણ ખાલી દ્રવ્ય સાથે આલોક-સંયોગ હોય એટલું જ અસ નથી, એટલું જ કારણ નહિ. એટલા જ માટે અંધારામાં ઘટની અંદર ઈલેકટ્રીક દી મૂક્યો હોય; ને ઉપર ઢાંકણું ઢાંક્યું હોય, તે (વટ) દ્રવ્ય સાથે આલેક-સંયોગ છે, છતાં અંધારામાં બહારથી ઘટનું પ્રત્યક્ષ નથી થતું; કેમકે ઘટ સાથેને ચક્ષુઃસંયોગ ઘટના બહારના ભાગમાં છે, ને પ્રકાશસંયોગ ઘટની અંદરના ભાગમાં છે. અર્થાત્ એ ચક્ષુ સોગ પિતે આલોક-સંગાવચ્છિન્ન નથી. તેથી ત્યાં ઘટના ચાક્ષુષપ્રત્યક્ષની આપત્તિ નથી.
એટલે આ આવ્યું કે દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં અલબત્ ચક્ષુસંયોગ કારણ છે, કિન્તુ એની સાથે ત્રણ સહકારી કારણ છે,–(i) મહત્વ, (i) ઉદ્દભૂતરૂપ અને (ii) આલોક સંગ. એ ત્રણ જ્યાં હોય એનું પ્રત્યક્ષ થાય.
કેટલાકે ઘટાદિનું સ્થાન પ્રત્યક્ષ માને છે, ત્યાં સ્પર્શનેન્દ્રિયને સંગ એ સનિકર્ષ બનવાને; અને એમાં મહત્ત્વ અને ઉદ્દભૂતસ્પર્શ એ બે સહકારી કારણ બનવાના. એટલે જ ઉનાળાની ઉષ્મા(દ્રવ્ય)નું સ્થાન પ્રત્યક્ષ થઈ શકશે, કેમકે એ ઉષ્મામાં (રૂપ અનુભૂત છે, પરંતુ) સ્પર્શ ઉદભૂત છે. એમ અંધારે આલોક-
સંગ નહિ, છતાં ઘટાદિનું સ્થાન પ્રત્યક્ષ થઈ શકે છે, કેમકે સ્પાર્શન પ્રત્યક્ષમાં આલોક–સંયોગ કારણ નથી માન્યો. ત્યારે સ્પાર્શને પ્રત્યક્ષમાં મહત્તવ તે કારણ છે જ. માટે જ પરમાણુમાં મહત્તવ નહિ હોવાથી પરમાણુનું સ્થાન પ્રત્યક્ષ પણ નથી