________________
સગ સનિક ]
૨૫૭ | (i) પ્રક-ચક્ષુસંગ તે પરમાણુ સાથે પણ છે, તે એનું પ્રત્યક્ષ કેમ નથી થતું?
ઉ૦- તે કે પ્રત્યક્ષમાં મહત્તવ પણ કારણ છે. પરમાણુમાં તે અણુત્વ છે, મહત્વ નથી, માટે એનું પ્રત્યક્ષ ન થાય.
- (i) પ્રક-ગ્રીષ્મઋતુમાં ઘામ લાગે છે તે વાતાવરણમાં ઉમાના તેજસ્ પુદ્ગલથી લાગે છે. એ તે અણુ નહિ, પણ મહત્ છે, અને એની સાથે ચક્ષુ સંગ તો છે જ; તે એનું ચાક્ષુષ પ્રત્યક્ષ કેમ નથી થતું?
ઉ૦-તે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં ઉદ્દભૂત (પ્રગટ) રૂપ પણુ કારણ છે. ઉષ્મામાં તે નથી, એમાં તો અનુદ્દભૂત રૂપ છે, માટે એનું પ્રત્યક્ષ ન થાય. છતાં એનું સ્થાન પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ સ્પર્શનેન્દ્રિયથી જણાય છે કે “અત્યારે ઘામ છે'; કેમકે એમાં માત્ર મહત્વ કારણ છે, પરંતુ ઉદ્દભૂતરૂપ કારણ નહિ, ત્યારે ચાક્ષુષ પ્રત્યક્ષસાં મહત્ત્વ અને ઉદભૂતરૂપ બને કારણ છે. એટલે ઉષ્મામાં ઉદ્દભૂત રૂ૫ ન હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ ન થાય.
(i) પ્ર૮-અંધારામાં રહેલ ઘટાદિમાં મહત્ત્વ પણ છે, ને ઉદ્દભૂતરૂપ પણ છે, તે પછી ત્યાં ચક્ષુ-સંગ છતાં એનું પ્રત્યક્ષ કેમ નથી થતું?
ઉ– તે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં મહત્તવ અને ઉદભૂત રૂપ ઉપરાંત આલોક(પ્રકાશ)-સંગ પણ કારણ છે. એ ચક્ષુસંગ પણ આલોકસંગાવરિચ્છન્ન બન જોઈએ.
- ૧૭