________________
જીવંત શરીરનું લક્ષણ]
૧૧૩ પ્ર- ત્યાં ઊંઘમાં હૃદય-નાડી વગેરે ક્રિયા થવામાં પુરુષને પ્રયન ક્યાં થાય છે? તે પછી એને ચેષ્ટા કેમ કહે છે? ત્રણ જાતના યત્ન :
ઉ૦- અહીં સમજવાનું છે, કે ન્યાયમતે પુરુષના પ્રયત્ન ત્રણ જાતના છે,-(૧) પ્રવૃત્તિ પ્રયત્ન, (૨) નિવૃત્તિ પ્રયત્ન, ને (૩) જીવનનિ યત્ન. આ ત્રીજો “જીવનયોનિ” યત એ માણસને અજાણમાં પોતાના આયુષ્યના બળે પિતાના શરીરમાં પિતાના ખ્યાલ (ઈરાદા)વિના પણ ચાલતે પ્રયત્ન છે, કે જે હૃદયમાં, નાડીમાં, શ્વાસમાં, ચેષ્ટા કરાવે છે. આ હિસાબે ઊંઘમાં પણ જીવનનિ યત્ન અને તદઅધીન ચેષ્ટાવત્વ છે. માટે શરીરનું ચેષ્ટાવસ્વ લક્ષણ અવ્યાપ્ત નથી. '
પ્રવે- એમ તે મૃત શરીરમાં ભૂતનો વાસ થાય તે શરીર ચેષ્ટાવાળું બને છે. આપણું લક્ષણ તે જીવંત શરીરનું છે, મૃત શરીરનું નહિ, તે એ આ મૃત શરીરમાં અતિવ્યાપ્ત થયું કે નહિ? જેમ ડૉકટર મડદાને હાથ ઊંચ-નીચે કરે એ બીજાની પ્રેરણાજનિત કિયા થઈ તેથી એને ચેષ્ટા ન કહેવાય એટલે જ મૃત શરીરમાં ચેષ્ટાવવા ન આવ્યું. પરંતુ ભૂતાવિષ્ટ મડદામાં નથી દેખાતું કે મડદાને હાથ કેઈ ઊંચ-નીચો કરતો હોય, છતાં મડદામાં ભૂતાવેશથી (એટલે કે મૃતશરીરમાં ઈતરથી અપ્રેરિત ઈતરપ્રયત્નાનધીની ચેષ્ટા આવી. તે પછી લક્ષણની અતિવ્યાપ્તિ કેમ નહિ?