________________
ઓળખાતા ગ્રંથ મહત્વનું સ્થાન ભોગવી રહ્યા છે. અહી એક વાત સમજી લેવા જેવી છે, કે “અમુક વ્યક્તિ ન્યાય. ભણેલી છે એવો જે વ્યવહાર થાય છે, તેમાં ન્યાયને અર્થ છે યુક્તિશાસ્ત્ર અથવા તર્કશાસ; પછી તે ગમે તે. દર્શનનું હોઈ શકે છે; જ્યારે ન્યાયદર્શન એ એક સ્વતંત્ર દર્શન છે. એના તર્કગ્રગે પણ સ્વતન્ત્ર છે. જો કે આજકાલ તે પ્રારમ્ભમાં ન્યાયદર્શનના ન્યાયને જ વિશેષ અભ્યાસ થાય છે; અને એનું કારણ સામાન્ય રીતે એ છે કે એમાં નિપુણતા આવ્યા પછી બીજા વૈદિક કે અવૈદિક દર્શનોના તર્કગ્રન્થનો અભ્યાસ સરળ થઈ જતો હોવાનું મનાય છે.
સામાન્ય રીતે ન્યાયને વિષય કઠિન ગણાતે આવ્યા છે, અને તેમાંય નવ્ય ન્યાયની જટિલતાના કારણે તેને અભ્યાસ કરનારા ખૂબ ગણ્યા-ગાંડ્યા મળી આવે છે. પરિણામે પૂ. ઉપાધ્યાયજી મહારાજે નવ્ય ન્યાયની શૈલીથી રચેલા જૈન વાયગ્રન્થોના અભ્યાસથી જિજ્ઞાસુ વર્ગ વંચિત જ રહી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે તેમજ પ્રાચીન જૈન-જૈનેતર ન્યાયશાસ્ત્રના અધ્યયનથી શ્રીસંઘ વધુ ને વધુ લાભાન્વિત બને તે માટે સંઘહિતચિંતક એકાન્તવાદતિમિરતરણિ પપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આ સુંદર “ન્યાયભૂમિકા નામના ગ્રન્થની રચના કરી છે.