________________
૮૦.
શ્રી જયાનંદ કેવી ચરિત્ર આ પછી સર્વ જાતિના તિર્યમાં, દુષ્ટ દેવોમાં અને નીચ મનુષ્ય જાતિમાં અનંતવાર વારંવાર ઉત્પન્ન થઈ પાપ ઉપાર્જન કરી તે દરેક સ્થાને વારંવાર પરિભ્રમણ કરશે. આ પ્રમાણે જેમાં ઉગ્ર દુર્ગતિ, અનંત વિપાક, અને હિંસાદિકથી પ્રાપ્ત થતા અનંત દુઃખો રહેલાં છે એવું આ સિંહસારનું ચરિત્ર સાંભળી હે ભવ્ય જીવો! તમે પાપને નાશ કરે એવા પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરો.
હે રાજા ! તમારી સાથે તમારી બીજી પ્રિયાઓ, બીજા રાજાઓ, સુભટે અને મંત્રીઓ વિગેરે જે જે દીક્ષા ગ્રહણ કરશે, તે સર્વે બાહ્ય તથા અત્યંતર શત્રુઓને
જ્ય કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરી અનુક્રમે સ્વર્ગાદિકમાં જઈ મહાવિદેહને વિષે ઉત્પન્ન થઈ થોડા ભવમાં અવશ્ય મોક્ષ પામશે.
હે રાજા ! આ સર્વના વૃત્તાંતે જે મેં તમને કહ્યા છે તે મેં કેવળ મારી બુદ્ધિથી જ કહ્યા નથી, પરંતુ હું એક દિવસ શ્રી જિનેશ્વરદેવને વાંદવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં ગયે હતા, ત્યાં પુંડરીકિ નગરીને વિષે વિચરતા શ્રી અરિહંતના મુખથી મેં સાંભળેલ છે. ત્યાં વ્યાખ્યાન વખતે ભવ્ય જીવોને બોધ કરવા માટે તે શ્રી જિનેશ્વરદેવે તમારૂં સર્વ ચરિત્ર પ્રથમથી કહ્યું હતું. તે સર્વ સાંભળીને તથા મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે તેના વડે પણ જાણીને તમને પ્રતિબધ કરવા માટે હું જલ્દીથી અહીં આવ્યો છું.
તમે પૂર્વભવમાં શુદ્ધ શ્રીજિનેશ્વરદેવને ધર્મ આપી મારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે, તેથી તે ઉપકારને બદલે વાળવા માટે વિહરમાન જિનેશ્વરની પાસે જઈ તમારું સર્વ ચરિત્ર પૂછી તેમનાથી તે સર્વ જાણી હું હમણાં અહીં આવ્યો છું અને બદલે વાળવાની બુદ્ધિવાળો હું તમને વિશેષ કરીને પ્રતિબોધ કરું છું. તેમજ મારા આત્માને સંસારસાગરથી તારું છું. હવે હે રાજન ! તમે પ્રતિબોધ પામે, પ્રતિબોધ પામે. જરા પણ પ્રમાદ ન કરે. જે મૂઢ ન હોય તે જ વિષયમાં તો મેહ પામે છે. પરંતુ સત્પરૂ તે કઈ પણ પ્રકારે તેમાં મોહ પામતાજ નથી. કહ્યું છે કે–
આ જગતમાં જે ખરા સ્વાર્થ સાધવાને છે, તે આત્મહિતજ છે, અને જે આ જન્મને વિષે તથા પરજન્મને વિષે સુખના હેતુભૂત હોય તે જ ખરો સ્વાર્થ કહેવાય છે.” તેથી કરીને વ્યવહારની વિશુદ્ધિ, શ્રી અરિહંત પરમાત્મા અને ગુરૂની ભક્તિ, જીવદયા, ઈંદ્રિયદમન, દાન, શીળ, તપ, ભાવ અને સક્રિયાનું આરાધન એ સર્વ મોક્ષનું અંગ હોવાથી તથા ધર્મરૂપ હોવાથી સાચા સુખનાં કારણ છે, તેનું આરાધન કરવું તેને નિંદ્રોએ આત્મહિત કહ્યું છે. કામ અને અર્થને બાધ ન આવે એવી
જા