________________
ચૌદમે સગ.
૪ કરી, નિરંતર ઉદય પામેલા નવીન સૂર્યની જેમ જીવાજીવાદિક પદાર્થો બતાવીને ભવ્ય પ્રાણીરૂપ અનેક કમળોને પ્રતિબંધ પમાડશે. ઘણા લાંબા કાળ સુધી પૃથ્વીને પિતાના ચરણકમળવો પવિત્ર કરી કાંઈક ઓછા એવા લાખ વર્ષ સુધી કેવળી અવસ્થાને ભેગવશે. કુલ ચારિત્ર પર્યાય પરિપૂર્ણ એક લાખ વર્ષ પૂર્ણ કરી, સર્વે મળીને કુલ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, સર્વ પ્રકારની ગાદિક વ્યથાએ કરીને રહિત, કામદેવને જીતનાર તથા સમગ્ર દુષ્કર્મનો પરાભવ કરનાર હે શ્રીજયાનંદ રાજા ! તમે મોટા આનંદરૂપ મોક્ષની સંપદાને પામશે અને હું પણ કેટલાક વર્ષ પછી અંતગડ કેવળી થઈને મોક્ષ પામીશ.
સિંહસાર ભારે કમી હોવાથી પ્રજાને પીડાદિક ઉત્પન્ન કરવાને લીધે રાજ્યથી ભ્રષ્ટ થયા પછી અનેક પ્રકારના દુઃખ પામ્યો છે તેનું વૃત્તાંત કહું છું તે સાંભળે–જ્યારે તમારા પિતાએ તે સિંહસારને પિતાના નગરમાંથી કાઢી મૂક્ય; ત્યારે તે પણ તે નગરમાંથી નીકળી લાંબા કાળ સુધી ચારે બાજુ ભમે. જે જે નગરમાં, ગામમાં, પુરમાં, દેશમાં કે દિશામાં તે સિંહસાર પિતાની આજીવિકાદિકને માટે જઈ રહ્યો, તે તે સ્થાને પ્રાર્થે કરીને કલ્યાણની શ્રેણિરૂપ સુભિક્ષાને નાશ કરનાર ભયંકર દુકાળ પડવા લાગ્યો, અને સાત પ્રકારની ઈતિ–ઉપદ્રવો પ્રગટ થવા લાગ્યા. તે વખતે કોઈ નિમિત્તવડે, શુકનવડે કે જ્ઞાનીની વાણીવડે દુકાળ વિગેરેનું કારણ તે મહાપાપી સિંહજ છે, એમ જ્યારે લેકના જાણવામાં આવ્યું ત્યારે તે લોકો તેની અત્યંત નિર્ભર્સના કરવા લાગ્યા અને કેપ પામેલા તે લોકો તેને પોતપોતાના સ્થાનથી કાઢી મૂકવા લાગ્યા. - તે સિંહસાર દાસ થઈને ભક્તિવડે જે જે રાજાની સેવા કરતો હતો, તે તે રાજા પ્રાયે મરણ પામતા હતા. તે વખતે પિતાના શરણરૂપ રાજાનું મરણ તે સિંહસારની 'સેવાને લીધે જ થયું છે, એમ તેના પરિવારને કોઈ પણ પ્રકારે નિર્ણય થતો, ત્યારે તે રાજભક્ત અને તેને અનેક પ્રકારે મારતા હતા, વિડંબના કરતા હતા અને પછી તે
સ્થાનથી કાઢી મુકતા હતા. આ પ્રમાણે તે પોતાના ઘેર પાપના ફળને ઠેકાણે ઠેકાણે પામે. છેવટ પાપના ઉત્કટ ઉદયથી ચારની પલીમાં જઈ સર્વ વ્યસનને સેવવા લાગ્યો.
તેમાં એક વખત કોઈ ઠેકાણે ચોરી કરવા ગયે, ત્યાં તે પાપી પિતાના પાપના ફળરૂપ મરણને પામ્યો. અને મોટી આપત્તિના સ્થાનરૂપ સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. ત્યાં બત્રીશ સાગરોપમ સુધી ઘણા દુઃખના સમૂહને ભેગવવાને છે. ત્યાંથી નીકળીને તે પાપી વચ્ચે વચ્ચે આંતરાવાળી મલ્યાદિકના ભવો કરી અનંતીવાર સાતે નરકમાં જશે.