________________
ચૌદ સર્ગ,
૪૬૩ સાથે લીધા, અને આ મહામાંગલિક પ્રસંગે યાચકજને આદિને વાંછિત દાન આપી શ્રીશતાનંદ રાજાએ બનાવરાવેલી ભવ્ય શિબિકામાં આરૂઢ થયા, સધવા સ્ત્રીઓ વડે માંગલિક ગીતે ગવાતા, વિવિધ પ્રકારના વાજીંત્રના નાદવડે આકાશતળને પુરતા, સર્વજનેને હર્ષ આપતા, નમસ્કાર કરનાર અનેક મનુષ્યને પ્રીતિ ઉપજાવતા, અને શ્રી જૈનશાસનની મહાપ્રભાવનાને કરતા, મહત્સવપૂર્વક પિતાના શ્રીવિજ્યપુર નગરમાંથી નીકળી પોતાના મહાભાગ્યદયથી નગરીના ઉદ્યાનમાં પધારેલા આગમસાગર નામના ગુરૂ મહારાજ પાસે આવીને વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી.
પછી તે શ્રીવિજયાર્ષિ અનુક્રમે શ્રીગુરૂમહારાજની સેવાવડે અત્યંતર શત્રુઓને નાશ કરી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા, અને તેમણે સમગ્ર સિદ્ધાંતને અભ્યાસ કર્યો. સત્ત્વવાળા તે મુનિવરે નવતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન
મેળવ્યું, તેમ જ તે જિતેંદ્રિય, પ્રશાંત, નિપુણ, વિનયવાળા અને નયને જાણનારા થયા. સાધુઓની ગુણવડે યુક્ત થયા. તપ કરવામાં તત્પર થયા અને આઠ કર્મને જય કરવા માટે શ્રીગુરૂમહારાજ સાથે પૃથ્વી પર વિચરવા લાગ્યા.
પિતાની દીક્ષાથી હર્ષ અને તેમના વિયોગથી ખેદ પામેલા શ્રીશતાનંદ રાજા ગુરૂને, પિતારૂપ રાજીર્ષિને અને બીજા સર્વ મુનિઓને વંદના કરી સિન્ય અને પરિવાર સહિત પાછા વળી પિતાના રાજમહેલમાં આવી સારી રીતે ધર્મનું આરાધન કરવા લાગ્યા. ત્યારપછી તે શ્રીશતાનંદ રાજા કેટલાક દિવસ પોતાના રાજ્યમાં રહી બુદ્ધિમાન, વિનયવાળા અને સ્નેહી હોવાથી પિતાના મોટાભાઈ શ્રીજયાનંદ રાજાને ભક્તિવડે સેવવાની ઇચ્છા થવાથી હર્ષવડે પિતાના વિશ્વાસુ મંત્રીને માથે પોતાના રાજ્યની ચિંતા નાખી પિતે સારભૂત સિન્યને સાથે લઈને શ્રી લક્ષમીપુર નગર તરફ ચાલ્યા, અને ઘેડા પ્રયાણવડે તે નગરે પહોંચી ચક્રવર્તી જેવા પિતાના મોટાભાઈ શ્રી જયાનંદ રાજાને નમ્યા.
નરેંદ્રોને વિષે ચકવર્તી સમાન શ્રી જયાનંદ રાજાએ ભક્તિવંત એવા પિતાના નાના ભાઈને ઘણુ માન, સન્માન અને સત્કારવડે ખુશી કર્યા. શ્રીશતાનંદ રાજા વિગેરે ઘણા બાંધવે અને સર્વ ભૂચર તથા ખેચર પૃથ્વી પતિએ પુષ્પની જેમ મસ્તકવડે જેના ચરણકમળને પૂજતા હતા એવા તે શ્રીજયાનંદ ચક્રવર્તી પૃથ્વી પર આનંદ કરવા લાગ્યા.
એક વખત રાજાધિરાજ શ્રીમાન શ્રી જયાનંદ રાજા હર્ષથી શ્રીશતાનંદ રાજા વિગેરે પરિવાર સહિત રાજયાટિકાને વિષે નગરની બહાર જતા હતા, તે વખતે બીજે રસ્તે