________________
એ
તા
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર દરેક પર્વત ઉપર રત્ન અને સુવર્ણ વિગેરેની સેંકડો ખાણે તે રાજાના ભાગ્યથી નવી પ્રગટ થઈને દેખાવ આપતી હતી, પૂર્વજોએ દાટેલા નિધાનો પણ પ્રજાને સુખેથી પ્રાપ્ત થતા હતા, સર્વ સ્ત્રીઓ સારા શિયળ ગુણને ધારણ કરનારી હતી, જેને પગલે પગલે અતિશય સુખને પામતા હતા.
કે ઈપણ મનુષ્ય જુગાર, મદ્યપાન, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચેરી, શિકાર, માંસભક્ષણ કે બીજા કઈ પણ વ્યસનમાં આસક્ત જોવામાં આવતું નહોતે. મનુષ્યને સવચક કે પરચકનો ભય નહોતે, ઉપસર્ગને ભય નહે, તેમ જ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ફલેશ કે યુદ્ધને પણ ભય નહેતે.
તે રાજાના અસીમ ભાગ્યથી લોકોને ડાંસ, મચ્છર વિગેરેનો અને તીડ, ઉંદર વિગેરેના સમૂહને સ્વમમાં પણ ભય નહોતો. પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ વડે, નીતિવડે, વિવિધ પ્રકારના સામ, દામ, દંડ અને ભેદ નામના ઉપાયવડે, મેટા સિન્યવડે, નિપુણ પ્રધાને અને મંત્રીઓ વડે, રાજ્યવડે, ભરપૂર કેશવડે અને દીત્યાદિક ગુણવડે ચારેબાજુથી ભરપૂર થઈને સર્વ રાજ્યને ભરતેશ્વર રાજાની જેમ તે રાજા દિવ્ય ઋદ્ધિવાળા થઈને પાલન કરતા હતા. - હવે આ તરફ શ્રી વિજય રાજાનું હૃદય સુકૃતને જાણનાર હોવાથી તેણે લાખથી પણ વધારે વર્ષ સુધી દાનાદિક ચાર પ્રકારના ધર્મનું આરાધન કર્યું, સર્વ ધર્મના સામ્રાજ્યનું પોષણ કરી રાજ્યનું પાલન ક્યું, પ્રજાને વિષે વત્સલતાને ધારણ કરતા તે રાજાએ પિતાની સર્વ પ્રજાને સુખી કરી, જીર્ણોદ્ધાર વિગેરે પુણ્યકાર્યમાં પિતાના ધનને પુષ્કળ વ્યય કર્યો, અને પછી પિતાના પુત્ર શ્રી જયાનંદ નરેંદ્રની સંમતિ લઈને સર્વ સામંત, મંત્રી વિગેરેની અનુમતિપૂર્વક પિતાના નાના પુત્ર શ્રી શતાનંદ કુમારને શુભ દિવસે મહોત્સવ સહિત પિતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો. છે તે શ્રીશતાનંદકુમાર ઉત્તમ ગુણવાન, ધીર, ગંભીર, ગ્ય, મનુષ્યોમાં ઉત્તમ, મહા તેજસ્વીઓમાં પ્રથમ, ઉજવળ ધર્મના ગુણવાળે, સ્થિર, પ્રજાને હિતકારક અને વિનયવાન હતા. તેના ઉપર રાજ્યને ભાર મૂકી શ્રીવિજયરાજા પિતે નિશ્ચિત થઈ . ધર્મકાર્યમાં નિશ્ચળ થયા. પછી સ્વજન અને પ્રજાજનને જણાવી તેમની અનુજ્ઞા લઈ પિતાના પુત્ર શ્રી શતાનંદ રાજાએ કરેલા મહત્સવપૂર્વક દીક્ષા લેવા ચાલ્યા. | તે સમયે બીજા પણ દીક્ષા લેવાની ભાવનાવાળા અનેક આત્માઓને પિતાની