________________
४५४
શ્રી જ્યાન કેવળી ચરિત્ર બેઠા. પછી મનને અનુસરનારા અને પિતાના વેગવડે વાયુના વેગને પણ જીતનારા તે વિમાનના બળથી આકાશમાર્ગે એક ક્ષણમાં અનેક ગ્રામ, આકર, નગર, પુર વિગેરેને ઓળંગી તે રાજા પિતાના નગરે પહોંચ્યા. ત્યાં મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરી તે રતિસુંદરી પ્રિયાને અંતઃપુરમાં લાવી હર્ષવડે મનોહર મહેલમાં સ્થાપન કરી, અને બીજી પ્રિયાઓને પણ પિતાના પ્રધાન દ્વારા પિોતપોતાના સ્થાનથી બોલાવી એકઠી કરી તે સર્વેને યથાયોગ્ય દાન અને સન્માનવડે ખુશી કરી.
તે સર્વ પ્રિયાઓ વડે સર્વ પ્રકારે સેવાતા તે કુમારરોજ સૌભાગ્યરૂપી સુખના સાગરમાં ભેગની રચનાવડે સુંદર એવી રાજ્યલક્ષ્મી સાથે અને તે પ્રિયાઓની સાથે સ્નાન કરવા લાગ્યા, ન્યાયને વિષે જ એક નિષ્ઠાવાળા, શિષ્ટ અને લોકોને પ્રસન્ન કરનારા ગુણોના સાગર તે રાજેન્દ્ર સર્વ પ્રજાઓને પિતાની સંતતિ પ્રમાણે પાળવા લાગ્યા.
એક દિવસ મુખરૂપી ચંદ્રની કાંતિવડે જેણે સમગ્ર દિશાઓનાં મુખને પ્રકાશિત કર્યા હતા, તથા જેના શાસનને અનેક રાજાઓના સમૂહ નમ્ર મસ્તકવડે અંગીકાર કરતા હતા એવા શ્રીજયાનંદ રાજા શ્રીઅરિહંતાદિક પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતા સભામાં સુવર્ણના સિંહાસન ઉપર બેઠા હતા, અને ઉચિતતા પ્રમાણે પોતાના અને બીજાના હિતકર એવાં અનેક કાર્યોમાં તત્પર હતા, તે વખતે જલદીથી આવી રહેલા પ્રતિહારે પાસે આવી પ્રણામ કરીને વિનંતિ કરી કે –
હે સ્વામી! વિજયપુર નગરથી આવેલા ત્યાંના નગરજને આપણા દરવાજા પાસે આવીને ઉભેલા છે, તેઓના હાથમાં વિનંતિપત્ર છે, અને તેઓ આપશ્રીને મળવા ઈચ્છે છે. માટે જે કરવા યોગ્ય હોય તે મને ફરમાવો.” તે સાંભળી શ્રીજયાનંદ રાજાએ તેને કહ્યું કે “હે પ્રતિહાર! તેમને જલદી અંદર પ્રવેશ કરાવ.” ત્યારે તે પ્રતિહારે તે સર્વેને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે તેઓએ હર્ષથી શ્રીજયાનંદ રાજાને નમી વિનંતિપત્ર તેમની પાસે મૂક્યો. એટલે જાણે ઉજવળ હસ હોય એ તે વિનંતિપત્ર મહામંત્રીએ લઈને શ્રીજયાનંદ રાજાના હસ્તકમળમાં અર્પણ કર્યો. પછી પિતાના મૂળ રાજ્યમાંથી આવેલા તે નગરજનોને હર્ષ આપવા માટે રાજાએ પતે તે પત્ર ઉઘાડીને આ પ્રમાણે પ્રગટપણે વાં –
દેવનગરીની જેવી સમૃદ્ધિવાળા તથા કલ્યાણ અને લક્ષમીવાળા શ્રી લક્ષ્મીપુરને વિષે રાજાઓના સમૂહે જેની આજ્ઞાનું પાલન કર્યું છે તથા પિતા શ્રીવિજય રાજા વિગેરે પરિવારવડે જે અત્યંત શેભી રહ્યા છે, તેવા શ્રીજયાનંદ રાજેન્દ્ર પ્રત્યે વિજયપુર નામના
the
મ
) ની
અક્ષY -