________________
૧૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર સુધી રહેતું નથી, અને તેમાં પણ નમસ્કાર કરનાર ઉપર તે અવશ્ય ચિરકાળ સુધી રહેતું નથી, તેથી કરીને અમે આપને જ શરણે આવ્યા છીએ, માટે અમારા પર અનુકંપા કરે, અને કેઈપણ ઉપાયથી આ બાળકના હાથ સાજા કરો. કારણ કે આ બાબતમાં આપ જ સમર્થ છે. એવે પ્રભાવ બીજા કોઈને નથી.” આ પ્રમાણે સાંભળી મુનિ બોલ્યા કે–
હે ભદ્રો ! મને ક્રોધ થયો નથી, થતું નથી અને થવાને પણ નથી. પરંતુ આ બાળકને આવી શિક્ષા શાસનદેવીએ કરી છે.” આ પ્રમાણે મુનિ કહેતા હતા તે જ વખતે શાસનદેવી આકાશમાં પ્રગટ થઈને બોલી કે –“જગતુપૂજ્યની હીલના કરનાર આ પાપી બાળકને હું સાજે નહીં કરું.” આવું દેવીનું વચન સાંભળી તેઓએ તે દેવીને પૂજા અને સ્તુતિ વિગેરે વડે સંતુષ્ટ કરી, ત્યારે તે બોલી કે-“જે આ બાળક આ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરે તે હું તેને સજ કરું.” તે સાંભળી તેઓએ બીજે કઈ પણ ઉપાય નહીં મળવાથી તે પણ અંગીકાર કર્યું. ત્યારે તે અચિંત્ય શક્તિવાળી દેવીએ તેના હાથ સાજા કર્યા. તે વખતે સર્વે ને હર્ષ પામ્યા, મુનિના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થઈ અને અત્યંત પશ્ચાત્તાપ કરતો તે બાળક પણ તે મુનિને ખમાવવા લાગે.
પછી મુનિએ તે બાળકને પ્રતિબધ કર્યો, ત્યારે તેણે પિત્રાદિકની અનુમતિથી મુનિ પાસે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી મુનિએ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષા શીખવવા માટે તેને બીજા સ્થવિર મુનિઓને સેં. તે મહામુનિને તથા નવા મુનિને નમસ્કાર કરી તેમની પ્રશંસા કરતા સર્વે ને પિતપતાને ઘેર ગયા, અને રાજાદિક ઘણા લેકેએ આશ્ચર્ય પામી જૈનધર્મ અંગીકાર કર્યો. પછી મુનિએ પણ પારણું કર્યું.
એકદા તે મહામુનિ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે આ રતિવર્ધન નગરમાં આવ્યા, અને અહીં ઉઘાનમાં પ્રતિમા ધારણ કરી નિશ્ચય બુદ્ધિવાળા તે સ્થિર રહ્યા, તેવામાં ધ્યાન અને તપના યેગથી તેમને હાલ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. હે મંત્રીશ્વર ! તે જ આ મહામુનિ એક માસના ઉપવાસ કરી શુદ્ધ આહારની ગવેષણ કરતા તમારા મોટા ભાગે તમારે ઘેર આવ્યા હતા. આ મુનિ સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ છે અને મોટા મહિમાના સમુદ્ર છે, કારણ કે તેના ગુણથી પ્રસન્ન થયેલા દેવતાઓ તેમનું સાંનિધ્ય કરે છે. તે મુનિ સર્વત્ર સમદષ્ટિવાળા હોવાથી કેઈન ઉપર શેષ કે તેષ કરતાજ નથી, તે પણ તેમની પૂજા અને નિંદા જ મનુષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભાશુભ ફળ આપે છે.”
s
, ro
,