________________
પ્રથમ સગર અને અપ્સરાઓના સમૂહે સ્વર્ગ અને પૃથ્વીને ભેદ દૂર કરે છે, તે સર્વ તીર્થકરે જયવંત વર્તો. જેમાં માતા પિતાના આશ્રિત બાળકને પગલાં ભરતાં શીખવે છે, તેમ જે દેવી પિતાના આશ્રિત કવિઓને શાસ્ત્રમાર્ગમાં ગતિ કરવા માટે પદવિન્યાસ–શબ્દરચના કરતાં શીખવે છે, તે સરસ્વતી દેવી મનવાંછિત આપો. અહિ ! જેના આગમજ્ઞાનરૂપી સમુદ્રમાં પ્રવેશ કરતી સંપુરૂષેની બુદ્ધિ જડતા રહિત થાય છે, તે શ્રીદેવમુંદર નામના સદ્દગુરૂની હું સ્તુતિ કરૂં છું. જાણે અમૃતના મેઘ હોય તેવા ઉન્નત અને ગર્જના કરતા એવા જે ગુરૂએ શાસ્ત્રરસની વૃષ્ટિ કરી પત્થર જેવા મારા વિષે પણ વિદ્યાલતાના અંકુરો ઉત્પન્ન કર્યા, તે જગતના તાપને હરણ કરનાર અને સ્કુરાયમાન વિદ્યુતવાળા સુઘનાગમ રૂપ શ્રીજ્ઞાનસાગર નામના જગદ્ગુરૂ સૂરીશ્વરની હું સ્તુતિ કરૂં છું. જ્ઞાનરૂપી સૂર્ય સમાન જેમની પાસે અન્ય વાદીઓ મઉશ્ક જેવા દેખાય છે, એવા વિશ્વના પૂજ્ય શ્રીમસુંદરસૂરિ મહારાજ જય પામે. આ પ્રમાણે પૂજયના સમૂહની સ્તુતિ કરીને કમુનિસુંદરસૂરિ જૈનધર્મના ઉપદેશવડે પિતાની વાણું સફલ કરે છે. કહ્યું છે કેસંસારના દુઃખથી ઉદ્વેગ પામેલા પ્રાણીઓને મોક્ષના ઉપાયનો ઉપદેશ આપી જે
તેમનો અનુગ્રહ કરે છે, તેના જે આ દુનિયામાં કોઈપણ ઉપકારી પ્રજન. નથી. પરઉપકાર જેવો બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી, અને ધર્મના
ઉપદેશ જે બીજો કોઈ ઉત્તમ ઉપકાર નથી. વળી ધર્મોપદેશથી તેના કર્તા અને શ્રોતા બન્નેને અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે. (હવે ગ્રંથકાર ઉપદેશને લાયક પ્રાણીઓ બતાવવા માટે તેમના ભેદ વિગેરે કહે
છે.) ત્રણ પ્રકારના છે–ભવ્ય, દુર્ભવ્ય અને અભવ્ય. તેમાં • ' ના પ્રકાર, ભવ્ય છે જે પોતે જાણતા હોય એટલે જ્ઞાનવાળા હોય તો દાખથી
ઉદ્વેગ પામીને મેક્ષની ઈચ્છા રાખે છે. વળી તે ભવ્ય ગુરૂના ઉપદેશથી મોક્ષના ઉપાયરૂપ જ્ઞાનાદિકને વિષે પ્રવર્તે છે, અને કર્મના ક્ષયપામને લીધે તો ઉપર શ્રદ્ધા પણ કરે છે, પરંતુ જેઓ દુર્ભવ્ય હોય છે તેઓ મેક્ષ મેળવવા
૧ દેવ અને દેવાંગનાઓ પૃથ્વી પર આવી મનુષ્યની સાથે એકત્ર થઈ ઉત્સવ કરે છે, તેથી સ્વર્ગ અને પૃથ્વીમાં તફાવત રહેતું નથી. - ૨ સમુદ્રમાં પ્રવેશ કરનાર મનુષ્ય જળ સહિત થવો જોઈએ અથવા જડ એટલે ટાઢવાળો છે જોઈએ. તેને બદલે તે ન થવાથી આ આશ્ચર્ય છે.
૩ વિશેષ કાંતિવાળા ગુરૂ, વીજળીવાળા મેઘ. ૪ સારા અને ઘણું આગમને જાણનાર ગુરૂ, અન્ય પક્ષે સારા મેધનું આગમન. ૧ થોડું સળગેલું લાકડું -ઉંબાડિયું. ૬ કર્તાએ પિતાનું નામ બતાવ્યું છે.