________________
શ્રીયાનંદ કેવલીચરિત્ર ભાષાન્તર સભ્યત્વની પુષ્ટિ અંગે ભવ્યાત્માઓને અતિ આદરણીય ઉચ્ચકોટીને આ ગ્રંથ છેવત્તે ૧૯૯, ની સાલમાં આ ગ્રંથનું ભાષાંતર ભાવનગર પ્રસારક સભા તરફથી બહાર પડેલ, તે ભાષાંતર ધણા સમયથી અલભ્ય હોવાથી સાહિત્યપ્રચાર અને સમ્યજ્ઞાનની સેવાનિમિત્તે પરમપૂજ્ય શ્રીમદ્ ભુવનવિજયજી મહારાજશ્રીની આ ગ્રંથ પ્રગટ કરાવવા પાંચ વરસથી ભાવના હતી. તે સંવત ૨૦૨૦ ની સાલમાં અમદાવાદ લુહારની પિાળના ચાતુર્માસમાં શ્રી ગુસાપારેખની પાળ અને લુહારની પળના ઉપાશ્રયના શ્રાવકે શેઠશ્રી ફકીરચંદ ભગુભાઈ સુતરીયા, શેઠશ્રી અંબાલાલ લાલભાઈ ઝવેરી, શેઠશ્રી વિમળભાઈ
હારની પાળ ઉપાશ્રય શ્રીસંઘના સેક્રેટરી શેઠશ્રી કસ્તુરભાઈ ચુનીલાલ, શેઠશ્રી રતિલાલ પાનાચંદ, શેઠશ્રી હીરાલાલ ભોગીલાલ આદિ ગૃહસ્થના સહકારથી ફલવતી બની, અને શ્રી ધર્મોપકરણ સંસ્થા તરફથી ભાઈશ્રી જશવંતલાલ ગીરધરલાલ હસ્તક નવપ્રભાત પ્રેસમાં ગ્રંથ છપાવવાનું કામ શરૂ કર્યું.
પૂજયશ્રી ભુવનવિજયજી મહારાજશ્રીના વિયવંત વિદ્વાન શિષ્યરત્ન પૂજ્યશ્રી મહાનંદવિજયજી મહારાજશ્રીએ સભા તરફથી પ્રગટ થયેલ ભાષાંતરને સાંગોપાંગ તપાસી જ્યાં જ્યાં સુધારા વધારા કરવા જરૂર લાગી ત્યાં ત્યાં સુધારા વધારા કરી અનેક ઠેકાણે વાક્ય રચનાઓમાં પ્રશસ્તભાવ લાવવો, છેલાં મુદ્દે ખંતપૂર્વક તપાસી તેની શુદ્ધિ કરવી આદિ કાર્યોમાં પિતાના અમુલ્ય ટાઈમનો ભોગ આપી આ ગ્રંથને નવીન ઢબથી વ્યવસ્થિત કરી અતિ સમૃદ્ધ બનાવેલ છે. તેથી શ્રી ધર્મોપકરણ સંસ્થા તરફથી પૂજ્યશ્રી માનંદવિજયજી મહારાજશ્રીને અમે હાર્દિક ભાવથી આભાર માનીએ છીએ.
- તે સિવાય ગુસાપારેખની પોળ, લુહારની પાળ ઉપાશ્રય, શામળાની પોળ તપગચ્છ જૈન ઉપાશ્રય, આ ત્રણે શ્રીસંધના કાર્યવાહકોએ અમારી સંસ્થાને શ્રીનાનખાતાની સારી રકમ ઉદારભાવે આપી, તેમજ અમદાવાદ અલંકાર થીએટરના માલિક શ્રેષ્ટિવર્થ શ્રી અંબાલાલ લાલભાઈ ઝવેરીના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી શ્રીમતી વિદ્યુતલતાબહેન તથા શેઠશ્રી વધિચંદ સંપ્રતીલાલ તથા શેઠશ્રી ચંદુભાઈ નિહાલચંદ આદિ બીજા પણ અન્ય ગૃહસ્થાએ આ ગ્રંથ પ્રગટ કરાવવામાં જેણે જેણે તન મન અને ધનથી સહકાર આપે છે. તેમનો તથા આ પ્રસંગે ધર્મનિષ્ઠ પંડિતવર્ય શ્રી મફતલાલભાઈ ઝવેરચંદને કેમ જ ભૂલી શકાય કારણકે પિતાને શિર વિવિધ પ્રકારની જવાબદારીઓ હોવા છતાં પિતે અમૂલ્ય ટાઈમ કાઢીને રોચકલીથી આ ગ્રંથની પ્રસ્તાવના લખી છે તે તેઓશ્રીનો અમે આભાર માનીએ છીએ. વળી આ ગ્રંથનું કાર્ય કરનાર માર્ગદર્શક સુશ્રાવક ભાઈશ્રી જશવંતલાલ ગીરધરલાલ તેમજ ગ્રંથમાં પેરેગ્રાફના વિભાગે આદિને વ્યવસ્થિત કરી આપનાર ભાઈ શ્રી સોમચંદભાઈ ડી. શાહ, તથા સુંદર ટાઈપિમાં આ ગ્રંથને સુંદર રીતે છાપી શુશોભિત બનાવનાર નવપ્રભાત પ્રેસના માલિક શ્રી મણીભાઈને પણ આ તકે અમે આભાર માનીએ છીએ.
સંવત ૨૦૨૨, માગશર સુદ 11 શનિવાર, તા. ૪-૧૨-૧૯૬૫
સંસ્થાના સંચાલક હરિભાઈ જેસિંગલાલ ઝવેરી સુખડીવટ બજાર–પાટણ-ઉ. ગુ.