________________
૧૨
ભવ્ય આડ ંબરપૂર્વક તેમને ત્યાં ચાતુર્માસ બદલવામાં આવ્યું. આ શુભ પ્રસંગે શ્રી ગીરધરભાઈ તથા તપસ્વી શ્રીકંચનબહેને પ્રભુ પૂજા, પ્રભાવના, ગુરૂભક્તિ, સંધભક્તિ વિગેરે પ્રસ ંગાને લગતા ઘણા સારા લાભ લીધા. આ પ્રમાણે ધમ આરાધનામાં ચાતુર્માસ પૂણૅ થયું અને શ્રી જયાનંદ કૅવલી ચરિત્ર ભાષાંતર છપાવવું શરૂ કરેલ તે ગ્રંથ પણ સાંગોપાંગ પૂર્ણ થયા.
અસખ્ય ભવ્યાત્માઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ પ્રાપ્ત કરાવનાર વૈરાગ્યની ખાણુરૂપ આ મહાગ્રંથને વાંચકા વાંચી વિચારી સ્વપરનું આત્મકલ્યાણ સાથે સધાવે એવી શુભ અભિલાષા.
આ ગ્રંથને પ્રગટ કરવામાં સર્વ પ્રકારે પૂર્ણ કાલજી રાખવામાં આવેલ છે છતાં, પ્રૂફ તપાસવામાં તેમ જ મતિમંદતાના કારણે અન્ય કાઈ દોષ રહેવા પામ્યા હોય તે વાંચક વર્ગ ક્ષમા કરે અને રહેલ દોષાનું અમને સૂચન કરવા ભલામણ.
પરમ પૂજ્ય શાંતમૂર્તિ વયા ઉવિહારી દીર્ધાનુભવી પૂજ્યપાદ્ શ્રીમદ્ભુવનવિજયજી મહારાજશ્રીને! અંતેવાસી ચરણાપાસક.
ચલ--- તપગચ્છ જૈન ઉપાશ્રય શામળાની પાળ–અમદાવાદ
મુનિ મહાન વિજય સંવત ૨૦૨૨ મૌનએકાદશી શનિવાર
તા. ૪-૧૨-૧૯૬૫