________________
शचीपतेर्भावेन्द्रत्वं व्यवहारेणैव, न त्वेवम्भूतेनापि
२५७ नेन्दनादिपर्यायः; अपि तु तत्पर्यायवद्रव्यमेव भावनिक्षेपः। ततश्च शब्दादिनयानामपि द्रव्यरूपो भावेन्द्रः संमत इति चेत् ? न, एतस्य लक्षणस्य चतुरोऽपि निक्षेपान् मन्वानस्य व्यवहारनयस्य मतेनोक्तत्वाद् । अत एव तत्र भाव तद्वतोरभेदोपचारोऽपि कथितः ।
न च दुर्वादिगजाङ्कशैः श्रीमद्भिर्वादिदेवसूरिभिर्विरचिते प्रमाणनयतत्त्वालोकालङ्कारे एवम्भूतनयोदाहरणार्थमेवं सूत्र प्रणीतं - यथेन्दनमनुभवन्निन्द्रः, शंकनक्रियापरिणतः शक्रः पूर्दारणप्रवृत्तः पुरन्दर इत्युच्यत इति ॥७. ४१ ॥ अत्र ह्येवम्भूतनयोदाहरणाधिकारस्तथापीन्दनादिकमनुभवद् द्रव्यमेवेन्द्रादितया कथितं, न विन्वनादिपर्याय इति वाच्यं, व्यवहारनयानुसारित्वात् तत्कथनस्य। ननु सुन्दरोऽयं तव न्यायो यत्सर्वत्र नये व्यवहारनयः - व्यवहारनय इति रटणमिति चेत् ? शान्तो भव, अलं रोषेण, श्रुतादान-प्रदान-धर्मवादादिकः सर्वोऽयं यतो व्यवहारः, अत: सर्वत्र व्यवहारनयेन विना न निस्तारः। अत एव परसङ्ग्रहनयो
અનુભવના કારણે = પરઐશ્વર્યના પરિણામથી પરિણત હોવાથી ઈન્દ્રાદિ ભાવનિક્ષેપ કહેવાય છે, એવો ગાથાનો અર્થ જાણવો.” અહીં પારઐશ્વર્યાદિ પરિણામથી જે પરિણત છે એને ભાવેન્દ્રરૂપે કહેલ છે, નહીં કે એ પરિણામને જ. એટલે ઇન્દનાદિ પર્યાય નહીં, પણ એ પર્યાયવાળું દ્રવ્ય જ ભાવનિક્ષેપ છે. તેથી શબ્દાદિ નયોને પણ દ્રવ્યરૂપ ભાવેન્દ્ર માન્ય છે.
સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે ભાવનિક્ષેપનું આ લક્ષણ તો ચારે નિક્ષેપાઓને માનનાર વ્યવહારનયના મતે કહેલ છે. માટે જ એમાં ભાવ અને ભાવવાનુનો ઉપચાર પણ કહેલો છે. (શબ્દાદિ નયોને તો ઉપચાર માન્ય નથી.) * શંકા - દુર્વાદીરૂપી ગજ માટે અંકુશ સમાન શ્રીમાન્ વાદિદેવસૂરિવિરચિત પ્રમાણનયતત્ત્વાલોકાલંકારમાં એવંભૂતનયના ઉદાહરણને જણાવવા માટે આવું સૂત્ર છે -જેમકે ઈન્દનને અનુભવતો ઈન્દ્ર, શકનક્રિયા પરિણત શક, પુરનું દારણ કરવામાં પ્રવૃત્ત પુરંદર કહેવાય છે. (૭-૪૧// આમાં એવંભૂતનયનો અધિકાર છે અને છતાં ઇન્દનાદિનો અનુભવ કરતાં દ્રવ્યને જ ઈન્દ્રાદિરૂપે કહેલ છે, નહીં કે ઈન્દનાદિ પર્યાયને જ. - સમાધાન - આ કથન વ્યવહારનયાનુસારી હોવાથી તમારે કહેવા યોગ્ય નથી.
શંકા - તમે આ બહુ સારો રસ્તો શોધી કાઢ્યો છે... કાંઈ પણ શંકા ઉઠાવીએ એટલે એ તો વ્યવહારનયાનુસારી છે. વ્યવહારનયાનુસારી છે એમ જવાબ આપી દેવો.
સમાધાન-શાન્ત થાઓ.. રોષથી સર્યું. શ્રુતનાં આદાન-પ્રદાન કે ધર્મવાદ.. વગેરે આ બધું વ્યવહાર હોવાથી વ્યવહારનય વિના વિસ્તાર નથી. એટલે જ પરસંગ્રહનયના