________________
वसतिदृष्टान्ते व्यवहारनयस्य क्वोपचारसंमति: ?
१४९ प्रष्ट्रा ज्ञातत्वात्। यद्वा 'कस्मिन्नगरे स वसती'त्यस्याजिज्ञासितत्वात्, 'कस्मिन् पाटके स वसती'त्यस्यैव सामान्यतयाऽत्र जिज्ञासितत्वात् । ततश्चैतादृशे प्रस्तावे सामान्यतया 'अमुकस्मिन् पाटके वसामी 'ति प्रत्युत्तरमेव दीयते, तदेव च व्यवहारस्य मुख्यतया संमतम्। तथापि यद्यत्र पाटलिपुत्रे वसामी'त्युत्तरं दीयते, तदा तत्र केनचित्प्रयोजनविशेषेण भवितव्यमेवेति नैगमस्य मुख्यतया संमतत्वेऽपि व्यवहारस्य तु तदुत्तरं मुख्यतयाऽसंमतमेव । अतो व्यवहारस्य तदुपचारेणैव संमतमिति निःशङ्कमेवेति नैगमव्यवहारयोर्विशेषाभावाऽऽशङ्कागन्धोऽपि कुतः ?
अथ पृच्छ्यमाने पाटलिपुत्रस्थेऽपि 'पाटलिपुत्रे वसामि' इत्युत्तरं व्यवहारस्य मुख्यतया संमतं स्यादपि। कथम्? इत्थं-'अन्यनंगरवास्तव्योऽहं प्रयोजनवशात् पाटलिपुत्रमागतोऽस्मि' इति शङ्ख्या पृच्छन् जनः 'किंनगरवास्तव्योऽहं' इति जिज्ञासया मां 'क्व वसति भवान् ?' इति पृच्छति-इत्यादिकायां प्रतीतौ पृच्छयमानो जनस्तां जिज्ञासामुपशमयितुं 'पाटलिपुत्रे वसामी 'त्युत्तरं वदेदपीति चेत् ? मैवं, तदा सामान्यतया 'अत्रैव नगरे वसाम्यहम्' इत्युत्तरस्य लोकेन दीयमानत्वात् 'पाटलिपुत्रे वसामी'त्युत्तरस्य प्रयोजनादिविशेषेणैव सम्भवात् । अन्यथा
(૨) વળી ‘એ પાટલિપુત્રમાં રહ્યો છે આ વાતની તો શ્રવણ કર્યા પૂર્વે જ જાણકારી મળી ગઈ છે. અથવા (૩) કયા નગરમાં વાસ છે ? એ પ્રસ્તુતમાં જિજ્ઞાસિત નથી, પણ કયા પાડામાં વાસ છે ? એ જ જિજ્ઞાસિત છે. એટલે આવા પ્રસ્તાવમાં સામાન્ય રીતે “અમુક પાલમાં હું વસુ છું' એવો જ ઉત્તર અપાતો હોય છે, અને એ જ વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય છે. છતાં જો પ્રસ્તુતમાં “હું પાટલિપુત્રમાં વસુ છું' એવો ઉત્તર અપાઈ રહ્યો છે, તો કોઈ ચોક્કસ પ્રયોજન એમાં હોવું જ જોઈએ. માટે આ જવાબ નૈગમનયને મુખ્યરૂપે માન્ય હોવા છતાં વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય નથી, પણ ઉપચારથી જ માન્ય છે, એ વાત નિઃશંક હોવાથી નૈગમ અને વ્યવહારમાં કોઈ ભેદ ન રહેવાની શંકાની ગંધ પણ ક્યાં ?
શંકા - પાટલિપુત્રમાં જ જ્યારે હોય ને ત્યારે પણ હું પાટલિપુરમાં વસુ છું એવો જવાબ વ્યવહારનયને પણ મુખ્યરૂપે માન્ય હોવો સંભવે છે. શી રીતે ? આ રીતે - હું અન્ય નગરનો વાસી હોઈશ, પણ પ્રયોજનવશાત્ પાટલિપુત્રમાં આવેલો છું” આવી શંકાથી મને સામો માણસ “હું કયા નગરનો નિવાસી છું' એવી જિજ્ઞાસાથી તમે ક્યાં વસો છો ? એમ પૂછી રહ્યો છે. જો આવી પ્રતીતિ થઈ હોય તો, એ, આ જિજ્ઞાસાને સંતોષવા માટે પાટલિપુત્રમાં વસુ છું' એમ જવાબ આપે પણ ખરો.
સમાધાન - આવા અવસરે “હું આ જ નગરમાં વસુ છું' એવો ઉત્તર સામાન્યથી