________________
१४८
नयविंशिका-१४
पृच्छ्यमानेन यदि प्रतीयते तदा 'जम्बूद्वीपे वसामी'त्युत्तरमेव व्यवहारस्य मुख्यतया संमतम् । एवमेव पृष्टो जनो यदि नन्दीश्वरद्वीपादिकं गतवान् तत्र च पृष्टः, तदा 'जम्बूद्वीपे वसामी 'ति, यदि महाविदेहक्षेत्रे पृष्टस्तदा 'भरतक्षेत्रे वसामी'ति, एवं यद्युत्तरार्धभरतक्षेत्रे पृष्टस्तदा 'दक्षिणार्द्धभरते वसामी 'ति, एवंक्रमेण पाटलिपुत्रात्, स्वपाटकात्, स्वगृहाद्, स्वापवरकाद्वा बहिर्यदि पृष्टस्तदा यथाक्रमं 'पाटलिपुत्रे, अमुकस्मिन् पाटके, देवदत्तगृहे, गर्भगृहे वा वसामी'त्युत्तरं यद्दीयते तद्व्यवहारस्य मुख्यतया संमतमिति ध्येयम् । तथा च 'प्रश्नकाले पृच्छ्यमानस्यावस्थानक्षेत्रं प्रष्टर्जिज्ञासां वाऽनुसृत्य दीयमानं यत्किमप्युत्तरं तत्सर्वं व्यवहारनयस्य मुख्यतयाऽभिप्रेतं, न तत्र कोऽप्युपचार इति पर्यवसितम् ।।
ननु नैगमेन यद्यदुत्तरं दीयते तत्सर्वमपि यदि व्यवहारस्यापि मुख्यतयैव संमतं स्यात्तदा तयोर्विशेषाभावापत्तिरिति चेत् ? न, व्यवहारस्य सर्वस्योत्तरस्य मुख्यतया संमतत्वाभावात् । प्रश्रकाले पाटलिपुत्र एवावस्थितः पृच्छ्यमानो जनः 'क्व वसति भवान् ?' इति पृष्टे प्रयोजनविशेषो यदि न स्यात्तदा ‘पाटलिपुत्रे वसामी'त्यादिकं तूत्तरं नैव ददाति, प्रष्टर्जिज्ञासायास्तेनोत्तरेणानुपशमनात्, तस्य पाटलिपुत्रे वसनस्योत्तर श्रवणात्पूर्वमेव
જાણતો ન હોવાથી એ જાણવાની જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછી રહ્યો છે,’ એવી જો પૂછનારને પ્રતીતિ થઈ હોય તો “જબૂદ્વીપમાં વસુ છું' એવો ઉત્તર વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય છે. એમ, એ જ્યારે નંદીશ્વરદ્વીપાદિમાં ગયેલ હોય ને પૂછાય ત્યારે “જંબૂદ્વીપમાં વસુ છું' એવો જવાબ, મહાવિદેહમાં ગયેલો હોય ને પૂછાય ત્યારે “ભરતક્ષેત્રમાં વસુ છું” એવો ઉત્તર વ્યવહારને મુખ્યરૂપે માન્ય છે. એ જ રીતે, જો ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં પૂછાય તો ‘દક્ષિણાદ્ધભરતમાં વસુ છું.” એવો ઉત્તર, એ જ રીતે ક્રમશઃ એ પાટલિપુત્રથી, સ્વપાટકથી, સ્વગૃહથી, સ્વઓરડાથી બહાર ગયેલો હોય ને પૂછાય તો ક્રમશઃ પાટલિપુત્રમાં અમુક પાડામાં, દેવદત્તના મકાનમાં, અંદરના ઓરડામાં હું વસુ છું એવો જે ઉત્તર એના દ્વારા અપાય છે તે બધો વ્યવહારને મુખ્યતયા સંમત છે, એમાં ઉપચાર નથી.
શંકા - નૈગમન જે જે જવાબ આપે છે એ બધા જ જો વ્યવહારને પણ મુખ્યરૂપે માન્ય છે તો એ બે નયમાં ભેદ શું રહેશે ?
સમાધાન - તમારી શંકા બરાબર નથી, કારણ કે વ્યવહારને બધા ઉત્તરો મુખ્યરૂપે માન્ય નથી. પ્રશ્નકાળે પાટલિપુત્રમાં જ રહેલ વ્યક્તિ તમે ક્યાં વસો છો ?’ એ પ્રશ્નના ઉત્તરમાં જો કોઈ વિશેષ પ્રકારનું પ્રયોજન ન હોય તો “પાટલિપુત્રમાં વસુ છું' એવો ઉત્તર ન જ આપે, કારણ કે (૧) આવા ઉત્તરથી, પૂછનારની જિજ્ઞાસા દૂર થતી નથી.