________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
ભાવાર્થ આ પ્રમાણે છે :
૧) એક પ્રદેશગુણહત સ્થાનમાં ૨સ્પર્ધકો - થોડા : એક જ સ્થિતિસ્થાનમાં જે રસસ્પર્ધકો છે, તેમાં જઘન્ય સમ્પર્ધકની ૧લી વગણામાં પ્રદેશ ઘણા હોય છે. બીજી વર્ગણામાં તેથી વિશેષહીના પ્રદેશો હોય છે. ત્રીજી વર્ગણામાં તેથી વિશેષહીત પ્રદેશો હોય છે.. એમ ક્રમશઃ હીન થતા થતા જ્યારે અર્ધ પ્રદેશો આવે છે તે વર્ગણા અને પ્રથમ વર્ગણાતા આંતરામાં જેટલા સ્પર્ધકોનો સમુદાય આવે તે અહીં લેવાનો છે. એમાં અભથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા સસ્પર્ધકો હેવા છતા આગળ કહેવામાં આવનાર પદોની અપેક્ષાએ તે સૌથી અલ્પ છે.
૩) અતીત્રાપના - અનંતગુણ : ઉપરના રસસ્પર્ધકોને અપવર્તી છે એટલે કે તેમાંથી દલકો ગ્રહણ કરી જઘન્યથી જેટલા સસ્પર્ધકો ઓળંગી નીચે નાખે તેટલા (ઓળંગાયેલા) અતીથાપના સ્પર્ધકો કહેવાય. તે પૂર્વના કરતા એટલે કે એક ગુણહાનિ અંતરમાં રહેલ સ્પર્ધક કરતા અicગુણ સમજવા, અનંત ગુણહાનિના સ્થાનો તેમાં હોવાથી.
૩).વિક્ષેપ - અનંતગણ: જે રાસખંડનો ઘાત થાય છે તે તથા જઘન્ય અતીત્થાપનારૂપ સ્પર્ધકોની નીચેના સર્વ સ્પર્ધકો નિક્ષેપરૂપ છે. તે અતીત્થાપના કરતા અનંતગુણ જાણવા.
) આઘાતીત સ્પર્ધકો - અનંતગણ : એક રસધાતા&ામાં જેટલા રસમ્પર્ધકોનો ઘાત થાય છે તે આઘાતીત રસસ્પર્ધકો. તે નિલેપ સ્પર્ધકો કરતા પણ અicગુણ જાણવા.
(૩) તિબંધઃ અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાત અને રસઘાતની જોડે અપૂર્વ સ્થિતબંધ પણ શરૂ થાય છે, એટલે કે આની પૂર્વે જે સ્થિતબંધ હતો તે યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે પૂર્ણ થઈ જાય છે અને અપૂર્વકરણમાં પ્રવેશ કરતા જ તેના પ્રથમ સમયે તો સ્થિતિબંધ શરૂ કરે છે અને તે પૂર્વના એટલે કે યથાપ્રવૃત્તકરણના ચરમસ્થાતિબંધથી પલ્યોપમના સંખ્યામાં ભાગ જેટલો ભૂત હોય છે. આ સ્થિતિબંધનો કાળ અન્તર્મુહૂર્ત છે. ત્યાર પછી વળી પાછા પલ્યોપમના સંખ્યાતમાં ભાગ ચૂળ પ્રમાણવાળો નવો સ્થિતિબંધ શરૂ થાય છે. આમ પ્રત્યુત્તર્મુહૂર્ત પૂર્વ પૂર્વ કરતા પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂડ સ્થિતબંધ થતો જાય છે.
પ્રશ્ન - આ પ્રમાણેની સ્થિતિબંધ યથાપ્રવૃતકરણની અન્તર્મુહૂર્ત પૂર્વથી થતો હતો, તો પછી અહીંયા અપૂર્વ કેમ કહેવાય ?
જવાબ - સ્થિતિબંધની આ રીતની પ્રક્રિયા જો કે યથાપ્રવૃત્તકરણની અન્તર્મુહૂર્ત પૂર્વેથી શરૂ થઈ છે, છતાં તેને અહીં અપૂર્વકરણના સ્થિતદાતાદિ અપૂર્વ વસ્તુઓ જોડે ફરી