________________
(૨૨) નામ જસવંતસિંહ. માતાને અભિગ્રહ પૂર્ણ કરાવવા નાની ઉંમરમાં શુદ્ધ ઉચ્ચાર સાથે આખું ભક્તામર સ્તોત્ર મોઢે સંભળાવ્યું. વિ.સં. ૧૬૮૮ માં પાટણ મુકામે દીક્ષા. નામ રાખ્યું મુનિ યશોવિજય... પ્રચંડ બુદ્ધિ, તીવ્ર યાદદાસ્ત, અપૂર્વ ધગશ... કાશીમાં ત્રણ વર્ષ અને આગ્રામાં ચાર વર્ષ ભટ્ટારક પાસે ભણ્યા... બ્રાહ્મણપંડિતોએ ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય જેવા બિરૂદોથી નવાજ્યા.
પૂર્વાચાર્યોના ગ્રન્થો, ગુરુ આમ્નાય અને પોતાની માર્ગાનુસારી પ્રજ્ઞા, આ ત્રણનો સુમેળ સાધીને તેઓશ્રીએ પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી ભાષામાં વિપુલ સાહિત્યની રચના કરેલી છે. જેમાં ઘણા પોતાના મૌલિક ગ્રન્થો છે, સ્વોપજ્ઞવૃત્તિઓ છે તો કેટલાક પૂર્વાચાર્યોના ગ્રન્થો પર વૃત્તિગ્રન્થરૂપ છે. જેમકે તેઓશ્રીએ કમ્મપયડી પર ચૂર્ણિ અને શ્રી મલયગિરિ મહારાજકૃત વૃત્તિને અનુસરીને લગભગ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃતવૃત્તિ રચેલી છે.
પૂ.આ. વિજયપ્રભસૂરિજી મ.સા.ના હાથે તેઓશ્રી વિ.સં. ૧૭૧૮ માં અમદાવાદ મુકામે ઉપાધ્યાય પદથી અલંકૃત થયેલા. વિ.સં. ૧૭૪૪ માં વડોદરા પાસે ડભોઈ મુકામે ૧૧ દિવસનું અનશન કરવાપૂર્વક પૂર્ણ સમાધિ સાથે તેઓ કાળધર્મ પામ્યા. તેઓના સહોદર પદ્મસિંહે પણ દીક્ષા લીધેલી અને મુનિ શ્રી પદ્મવિજય બનેલા.
હવે, પદાર્થસંગ્રાહક તથા પ્રસ્તુત ગ્રન્થ રચનારા પૂજ્ય મુનિરાજ શ્રી જયઘોષ વિ.મ. (હાલ પૂ. ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.), પૂજ્ય મુનિરાજ શ્રી ધર્માનંદ વિ.મ. (હાલ સ્વ. પૂ.આ. શ્રી ધર્મજિસૂરિ મ.સા.) તથા પૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્ર વિ. મ. (હાલ પૂ.આ. શ્રી હેમચન્દ્રસૂરિ મ.સા.) આ ત્રણે મહાત્માઓ, તથા બધામાં મૂળભૂત પ્રેરક-માર્ગદર્શક સ્વ. પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.નો કંઈક પરિચય જોઈ લઈએ.
નૂતન કર્યસાહિત્યના આદ્યપ્રેરણાસ્ત્રોત સ્વ. પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. : શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૭૬મી પાટને અલંકૃત કરનારા તપાગચ્છની પરંપરામાં થયેલા આ આચાર્ય ભગવંત સકલાગમરહસ્યવેદી સ્વ. પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર હતા. શ્રી જૈન સિદ્ધાંતના એમના અબ્દુલ કક્ષાના બોધને જોઈને એ ગુરુભગવંતે તેઓશ્રીને “સિદ્ધાંત મહોદધિ’ એવું બિરૂદ અર્પણ કરેલું હતું. કર્મસિદ્ધિ, માર્ગખાદ્વારવિવરણ, સંક્રમકરણ વગેરે સંસ્કૃત ગ્રન્થોના રચયિતા તેઓ કર્મસાહિત્ય નિષ્ણાત હતા. વર્ષોથી શ્રી સંઘમાં જેનું અધ્યયન-અધ્યાપન બિલકુલ બંધ પડી ગયેલું તે કમ્મપયડી ગ્રન્થને તેઓશ્રી હસ્તલિખિત પ્રત પરથી ભારે જહેમત કરીને ખુદ ભણ્યા - પંક્તિઓ બેસાડી, પદાર્થો સ્પષ્ટ કર્યા અને સાધુ-શ્રાવકોને ભણાવવા દ્વારા ચતુર્વિધ સંઘમાં એનું અધ્યયન ચાલુ કરાવ્યું હતું. પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્ય, નિર્મળ સંયમ, અપૂર્વ વાત્સલ્ય વગેરેના પ્રભાવે તત્કાલીન સર્વાધિક ત્રણસો શ્રમણોના વિરાટ સમુદાયનું સર્જન તેમણે કર્યું. અત્યંત પાપભીરુ-ઝળહળતો સંવેગ, વૈરાગ્ય, ખૂબ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત હોવા છતાં અતિ નમ્ર, સંયમની શુદ્ધિનો ખૂબ આગ્રહ-સાવધાની, ઉગ્ર સંયમ, પૃથ્વી જેવી સહનશીલતા વગેરે વગેરે તેઓશ્રીની ગુણસંપત્તિના ઝળહળતા રત્નો હતાં.