________________
૧૮૦
ઉપશમનાકરણ ભાગ-૧
ઉપામવાનો પ્રારંભ અવેદકાઢાના પ્રથમ સમયે થાય, અને અવેદકાદ્ધાની પ્રથમાવલિકાના અંતે સઘળું ઉપશાંત થઈ જાય.
ચરમાવલિકાના બીજા સમયે બંધાયેલ દ્રવ્યની ઉપશમનાનો પ્રારંભ અવેદકાદ્ધાના બીજા સમયે થાય. અવેદકાઢાના પ્રથમ સમય સુધી બંધાવલિકા વ્યતીત નહીં થઈ હોવાથી તેમાંનું એક પણ દલિક ઉપામે નહીં અને બીજા સમયથી ઉપશમવા માંડે. તે બધું જ દલિક અવેદકાદ્ધાની દ્વિતીયાવલિકાના પ્રથમ સમયે ઉપશાંત થાય છે.
ઉપરની વિગત પરથી જાણી શકાય છે કે પ્રથમસ્થિતિની ઉપાંત્યાQલકાના બીજા સમયથી ચરમાવલિકાના પ્રથમ સમય સુધી દરેક સમયે બંધાયેલ દલકનો કેટલોક ભાગ ઉપશમનામાં અવેદનપણાના પ્રથમ સમયે પ્રાપ્ત થાય છે. ત્યારપછી બંધાયેલ દ્રવ્યમાંથી કિંચિત્ પણ દ્રવ્ય અવેદનપણાના પ્રથમ સમયે ઉપશાંત ન થાય. આમ, અવેદનપણાના પ્રથમ સમયે એક આqલકાના સમયમાં બંધાયેલ દ્રવ્યમાંનું દ્રવ્ય ઉપશાંત થાય છે. તેવી જ રીતે અવેદકપણાના બીજા સમયે પણ પ્રથમસ્થિતિની ઉપાંત્યાલિકાના ત્રીજા સમયથી ચરમાdલકાના બીજા સમય સુધી દરેક સમયે બંધાયેલ દલિકનો કેટલોક ભાગ ઉપશાંત થાય છે. ત્યારપછી એટલે કે ચરમાવલિકાના ત્રીજા સમયથી બંધાયેલ દ્રવ્યમાંથી કિંચિત્ પણ દ્રવ્ય અવેદકાઢાના બીજા સમયે ઉપશાંત ન થાય. તેથી અદકપણાના બીજા સમયે પણ જે દ્રવ્ય ઉપશાંત થાય છે તે એક આવલિકાના દરેક સમયે બંધાયેલ દ્રવ્યમાંથી કેટલોક ભાગરુપ છે.
આમ ચાવત્ અવેદકાઢાળી પ્રથમાવલિકાના અંતિમ સમય સુધી દરેક સમયે એક આલિકાના દરેક સમયે બંધાયેલ દ્રવ્યનો કેટલોક ભાગ ઉપામે છે. જ્યારે અવેદકાઢાળી બીજી આવલકાના પ્રથમ સમયે સમયગૂન આવલકાના દરેક સમયે બંધાયેલ દ્રવ્યનો કેટલોક ભાગ ઉપામે છે. પરંતુ પૂર્ણ આલિકામાં બંધાયેલ દ્રવ્યનો નહીં, કેમકે પ્રથમસ્થતિની ચરમાવલિકાના પ્રથમસમયે બંધાયેલ દ્રવ્ય બધુ જ અવેદકપણાની પ્રથમાવલિકાના અંતિમ સમયે ઉપશાંત થઈ ગયું હોય છે. તેથી અવેદકાદ્ધાની દ્વિતીયાવલિકાના પ્રથમ સમયે સમયથૂળાલિકા દરમિયાન બંધારોલ દ્રવ્યની ઉપશમના થાય છે. તેવી જ રીતે અવેદકાદ્ધાની બીજી આવલિકાના બીજા સમયે બે સમયજૂનવલકાના પ્રત્યેક સમયે બંધાયેલ દ્રવ્યના અમુક ભાગની ઉપાસના થાય છે. તેમ યાવત્ અવેદકાઢાની બીજી આવલિકાના ઉપાય સમયે એક જ સમય માત્ર બંધાયેલ દ્રવ્યના અમુકભાગની ઉપશમના થાય છે અને તે છેલ્લું હોવાથી તે સમયે પુરુષવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે.