________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૦૭
થઈ એક સાથે દર્શત્રિકની ક્ષપણાનો પ્રારંભ કરી અપૂર્વકરણે આવે ત્યાં પ્રથમ સમયે બન્નેને સમાન સત્તા હોય, કેમકે ઉપશમણીમાં અનવૃત્તિકરણનો પ્રથમ સ્થિતિખંડ પસાર થયા પછી સર્વ જીવોને એક સરખી સ્થિતિસત્તા થઈ જાય તેવો સંભવ છે, અને ઉપશમશેણીથી પડી બન્નેએ સમાનકાળ પસાર કરી દર્શનત્રિકની પણાનો પ્રારંભ કર્યો હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયે બન્નેને સમાન સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તથા એક જીવ ઉપશમણીથી પડી લાયોપશમક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાં અન્તર્મુહૂર્ત સ્થિર રહ્યો તથા બીજો જીવ અન્તર્મુહૂર્ત પછીથી ઉપશમશ્રેણી પર ચઢી નીચે ઉતર્યો અને ત્યાર પછી અન્તર્મુહૂર્ત બાદ બન્નેએ એક સાથે દર્શનવિકની તપણાનો પ્રારંભ કર્યો, તે બન્નેમાં અપૂર્વકરણના પ્રથમ સમયે પ્રથમ જીવ કરતાં દ્વિતીય જીવની સત્તા વિશેષાધિક આવે કેમકે પહેલા જીવને દર્શનત્રિકની ક્ષપણા વખતે ઉપામશેણી પરથી ઉતરીને બે અન્તર્મુહૂર્ત પસાર થયા હોવાથી તેટલી સ્થિતિ ઓછી થઈ ોય છે, જ્યારે બીજાને એક અન્તર્મુહૂર્ત પ્રમાણ ઓછી થઈ હોય છે. આમ શ્રેણીથી પડી મિથ્યાત્વે ગયા વિનાના બે જીવની ઉપામશેણી વચ્ચે ૧૩૨ સાગરોપમનું અંતર હોય તો તેટલી સ્થિતિસત્તા પણ અધિક આવી શકે. આ તો એક ઘટના બતાવી, બાકી સ્વાભાવિક રીતે પણ સમાન સ્થિતિમત્તા તથા વિશેષાધિક સ્થિતિસત્તા આવી શકે છે તથા અન્ય કોઈ રીતે પણ આવતી હોય તો તેની યથાસંભવ ઘટતાં સ્વયં બહુશ્રુત પુરૂષો પાસેથી જાણી લેવી.
૧. જયધવલામાં અન્ય રીતે પણ સમાન સ્થિતિસત્તા અને વિશેષાધિક સ્થિતિસત્તા ઘટાવી છે. તે આ પ્રમાણે - બે જીવો એક સાથે પ્રથમોપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી એક સાથે અનંતાનુબંધિની વિસંયોજના કરી દર્શનમોહનો ક્ષય કરવા માટે એક સાથે ઉપસ્થિત થાય તે બન્નેને અપૂર્વકરણના પ્રથમ સમયે સમાન સ્થિતિસત્તા હોય છે. તથા બેમાંથી એક જીવ ૧૩ર સાગરોપમ સમ્યકત્વના કાળમાં રહી દર્શનમોહનીય ક્ષપણા માટે ઉપસ્થિત થયો હોય તો તેના કરતાં બીજાને સ્થિતિસત્તા વિશેષાધિક હોય છે. આમ ઉત્કૃષ્ટપણે ૧૩૨ સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા એક કરતાં બીજાને અધિક હોય છે તથા જઘન્યથી સમય અધિકથી ૧૩૨ સાગરોપમ સુધીના સર્વ વિકલ્પો પ્રાપ્ત થાય છે.
___. “कधं ताव दोण्हं ठिदिसंतकम्माणं सरिसत्तमिदि चे ? वुच्चदे - दो जीवा जुगमेव पढमसम्मत्तं घेतूण पुणो समकालमेवाणंताणुबंधिणो विसंजोएदूण सणमोहक्खवणाए अब्भुट्ठिदा अपुव्वकरणपढमसमए जुगवमेव दिट्ठा । तेसिं दोण्हंपि हिदिसंतकम्ममण्णोण्णेण सरिसं, द्विदिखंडयाणि वि सरिसाणि चेव भवंति । तत्थ विसरिसत्ते कारणाणुवलंभादो । संपहि विसेसाहियत्तस्स कारणं वुच्चदे । तं जहा-दोसु णिरुद्धजीवेसु एगो वे छावट्ठिसागरोवमाणि परिभमिय दंसणमोहक्खवणाए अब्भुद्विदो । एवमब्भुट्ठिदाणमपुव्वकरणपढमसमए द्विदिसंतकम्माणि विसरिसाणि होति द्विदिखंडयाणि च, भमिदवेछावट्ठिसागरोवमस्स ट्ठिदिसंतकम्मादो इयरस्स ट्ठिदिसंतकम्मस्स वेछावट्ठिसागरोवममेत्तणिसेयेहिं
समाहियत्तदंसणादो । एसा उक्कस्सपक्खेण विसेसाहियभावपरुवणा कदा । अण्णहा पुण , સમયુત્તરાતિને સદ્ગવિયUા વૈછાવપિન્નતા નબ્બેતિ ત્તિ વત્તત્રં ” - મૃ. ૧૭૪૪.