________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૦૫
અંતઃકરણ ક્રિયા પછી અનંત સમયથી અર્થાત્ ૧૦૬ મા સમયથી ઉતિન દ્વિતીય સ્થિતિગત અનંતાનુબંધીતા દલિકોને (અર્થાત્ ૧૦૦૧ મા સમયથી ચરમ સ્થિતિ સુધીના દલિકોને) ઉપશમાવવાનું શરૂ કરે છે. નિવૃત્તિકણના છેલ્લા સમયે અર્થાત્ ૧૫૦ મા સમયે બધુ લિક સંપૂર્ણ ઉપશમાવે છે. (૩૧).
(૫) દર્શત્રિકની ક્ષપણા અથવા ક્ષયિકસમ્યક્ત્વ પ્રાપ્તિ અનંતાનુબંધી વિસંયોજધિકાર કહ્યા પછી હવે ક્રમ પ્રાપ્ત દર્શત્રિકની ક્ષપણાનો અધિકાર કહે છે.
दंसणमोहे वि तहा कयकरणद्धा य पच्छिमे होइ । जिणकालो मस्सो पट्ठवगो अट्ठवासुप्पिं ।। ३२ ।।
અક્ષાઈ : દર્શન મોહનીય ક્ષપણા પણ એ જ રીતે જાણવી. વિશેષમાં ચમખંડ ઉવેખ્યા પછી ફુલકણાદ્ધા પ્રાપ્ત થાય છે તથા દર્શત્રિકની ક્ષપણાનો પ્રસ્થાપક જિનકાલીન (કેવલીના કાળમાં વર્તતો) આઠ વર્ષની ઉપરની ઉંમરવાળો છે. (૩૨)
વિશેષાર્થ : અનંતાતુર્વાધ વિસંયોજવાનો અધિકાર વર્ણવ્યા પછી ચારિત્ર મોહનીયની ઉપશમના કરવા માટે પ્રથમ દર્શત્રિકની ક્ષપણા કે ઉપશમના કરવી પડે છે. માટે અહીંયા આ ગાથા દ્વારા દર્શત્રિકની ક્ષપણાનો અધિકાર બતાવાય છે.
નાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અનંતાનુબંધિ-૪ તથા દર્શત્રિકની ક્ષપણાનો પ્રારંભ કરે છે. અનંતાનુબંધી વિસંયોજતા કતાર સર્વ જીવો દર્શત્રિકની ક્ષપણાનો પ્રારંભ કરે જ તેવો નિયમ નથી. અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી કેટલાક જીવો ત્યાં જ સ્થિર રહે છે, કેટલાક વળી પડી પાછા મિથ્યાત્વે જઇ અનંતાનુબંધ બાંધે છે. જ્યારે કોઇ પરાક્રમાં જીવ અનંતાનુધિ વિસંયોજના કર્યા પછી અન્તર્મુહૂર્ત પછી દર્શત્રિકની ક્ષપણાનો પ્રારંભ કરે છે.
દર્શત્રિકની ક્ષપણાનો પ્રસ્થાપક જિતકાલિક મનુષ્ય હોય છે. જિનકાલિક એટલે કેવળીના કાળમાં વર્તતો. કર્મપ્રકૃતિ ઉપશ્ચમનાકા ગા. ૩૨તી બન્ને ટીકામાં કહ્યું છે - “जिनकालश्च ऋषभजिनविचरणकालप्रभृतिको जम्बुस्वामिकेवलोत्पत्तिलाभपर्यवसानो
१. कम्मभूमिजादो वि तित्थयर - केवलि - सुदकेवलीणं पादमूले दंसणमोहणीयं खवेदुमाढवे णाणत्थ । किं कारणं ? अदिट्ठतित्थयरादिमाहप्पस्स दंसणमोहक्खवणणिबंधणकरणपरिणामाणમનુપ્પત્તીદ્દો । - જયધવલા, પૃ. ૧૭૩૭. “સાનોળીય નાં વેતુમાઢવેંતો ન્તિ આવેદ્રિ, अड्डाइज्जेसु दीवसमुद्देसु पण्णरसकम्मभूमीसु जम्हि जिणा केवली तित्थयरा तम्हि आढवेदि ।। ११ ।।”