________________
(૧૧) ૧-૧ વાગી ગયો. ચાર-પાંચ કલાકના અમારા પ્રયત્ન છતાં અમને સફળતા ન મળી. પૂજ્યપાદશ્રીની નજર અચાનક અમારા પર ગઈ. અમને પુછ્યું – “કેમ હજી ગોચરી વાપરી નથી?” અમે નિર્ણય જણાવ્યો. તેઓએ અમને કહ્યું – “ગોચરી વાપરી લો, આવતી કાલે ફરી પદાર્થ વિચારજો.” અમારા સાધુ જીવનના બધા નિર્ણય કે નિયમો ગુરુવર્યોના અપવાદપૂર્વકના હોય છે. અમે ગોચરી વાપરી. થાકેલા એવા અમે તે દિવસે આરામ કર્યો. બીજા દિવસના પ્રારંભે નવકારશી કર્યા પછી લગભગ આઠ વાગે પુનઃ અમે પુસ્તકો ખોલ્યા. આગલા દિવસની વિચારણા આગળ વધારી. કોઈક ચમત્કાર થયો. આગલા દિવસની પાંચ કલાકની મહેનતે જે પદાર્થો ઉલ્યા ન હતા એ પદાર્થ અડધા કલાકમાં જ ઉકલી ગયા. અમને બધું જ કઠણ એવું ગણિત પણ બેસી ગયું. અમે આનંદથી નાચી ઉઠ્યા. અમને ખ્યાલ આવી ગયો. ચમત્કાર પરમ ગુરુદેવના વચનનો હતો. અમારી બુદ્ધિનો નહી. પરમગુરુદેવના ચરણે અમારું મસ્તક ઝુકી ગયું.
કર્મસાહિત્યના દિગંબરગ્રંથોની અવગાહના કરતા અમારા હાથમાં “કસાયપાહુડ ચૂર્ણિ' આવી જે દિગંબર સંસ્થા તરફથી પ્રકાશિત થઈ હતી. આ ગ્રંથની અવગાહના કરતા અમને ખ્યાલ આવ્યો કે આ ગ્રંથ શ્વેતાંબર-દિગંબરના ભેદ પૂર્વેનો હતો. પૂર્વમાંથી ઉદ્ધત હતો. પંચસંગ્રહમાં પાંચ ગ્રંથોનો સંગ્રહ કર્યાનું જે જણાવેલ છે તેમાં આ ગ્રંથનું નામ તો જાણેલું, પણ જોવા ત્યાર પછી જ મળ્યો. કસાયપાહુડ ચૂર્ણિની અમે અવગાહના કરી. પછી તો મહાબંધ ગ્રંથ પણ ભણ્યા. ધવલા, જયધવલા વગેરે ટીકાગ્રંથો પણ બરાબર જોયા, વાંચ્યા. આ બધાના આધારે કર્મસાહિત્યમાં અમારી ચાંચ થોડી ઉંડી ઉતરી.. બુદ્ધિ પરિકર્મિત થઈ.
સં. ૨૦૧૩-૨૦૧૪ ના ચાતુર્માસ પરમ ગુરુદેવ-મગુરુદેવ વગેરેના અમદાવાદ જ્ઞાનમંદિરમાં થયા. સંઘ જે પંચાંગનો આશરો લેતો તે ચંડાશુગંડુ પંચાંગમાં સં. ૨૦૧૩ માં ભા.સુદ ૫ નો ક્ષય આવ્યો. એકતિથિ પક્ષે સુદ ૩ નો ક્ષય કર્યો. બે તિથિ પક્ષે સુદ ૫ નો ક્ષય ચાલુ રાખ્યો. સંવત્સરી અલગ દિવસે થઈ. પર્યુષણમાં તપાગચ્છમાં બે ભેદ પડ્યાં. પરમગુરુદેવશ્રી વ્યથિત થયા. સં. ૨૦૧૪ માં પણ ભાદરવા સુદ-૫ નો ક્ષય જોયો. પરમગુરુદેવે પ્રયત્ન કરી સાધુસંમેલન (સમસ્ત તપાગચ્છના સાધુઓનું સંમેલન) ગોઠવ્યું. સં. ૨૦૧૪ વૈશાખ સુદ-૩ ના દિવસે સંમેલનનો પ્રારંભ થયો. બંને પક્ષના મહારથી આચાર્યો ભેગા થયાં. ઘણી મહેનત કરવા છતા નિર્ણય ન થયો. સંમેલન નિષ્ફળ ગયું. સંઘમાં વાતાવરણ ખુબ વિષાદમય થયું. કોઈકની નજરે જન્મભૂમિ પંચાંગ આવ્યું. તેમાં ભાદરવા સુદ પનો ક્ષય ન હતો. સકલ સંઘે ચંડાશુગંડુની બદલે જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ સ્વીકાર્યું. એ વર્ષ પૂરતો ભેદ ટળી ગયો. થોડું પ્રસન્નતાનું વાતાવરણ થયું. પરમગુરુદેવે ત્યાર પછી સંઘ-એકતા માટે પ્રયત્ન ચાલુ રાખ્યો. છેવટે સં. ૨૦૨૦ માં પિંડવાડા મુકામે પુનમની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનો પટ્ટક કરી સ્વીકારી સં. ૧૯૯૨ થી શરૂ થયેલ તિથિભેદ દ્વારા ઉભા થયેલ પખિના મતભેદને નિવાર્યો...
સં. ૨૦૧૩ માં સ્વાથ્યની પ્રતિકુળતાના કારણે વૈદ્યના ઉપચાર માટે પૂજ્ય ગુરુદેવોથી અલગ મારું ચાતુર્માસ સુરતમાં થયું. સં. ૨૦૧૪ માં અમદાવાદમાં પૂજ્ય ગુરુદેવોની સાથે ભેગા