________________
૭૪
ઉપશમનાકરણ ભાગ-૧
૩) સંવામાલુમ : સાવધારંભયુક્ત પુત્રાદિ પર મમત્વ હોય, પરંતુ તેઓનું કોઈપણ સાવધ વચન સાંભળે નહીં, અને પ્રશંસા પણ ન કરે તે.
સંવાસાનુમતિ માત્ર સેવે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ, અને જે પુત્રાદિ પરના મમત્વથી પણ અટક્યો હોય તે સર્વવરત.
(૩) પદ્ધ : મિથ્યાર્દષ્ટિ કે અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યય દેશવિરત પ્રાપ્ત કરે છે. તેમાં મિથ્યાર્દષ્ટિ જીવ ત્રણ કરણ દ્વારા પ્રથમોપશમસમ્યક્ત્વની સાથે દેશવિરત પ્રાપ્ત કરે છે તેનો અંધકાર પૂર્વે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિના અંધકારમાં જણાવ્યો છે. તથા ક્ષાયોપશમક સમ્યક્ત્વ સાથે દેવરતિને પ્રાપ્ત કરનાર મોહનીયની ૨૮ની સત્તાવાળો મિથ્યાષ્ટિ જીવ દેશવિરતિને પ્રાપ્ત કરવા માટે બે કરણ કરે છે. અપૂર્વકરણ પૂર્ણ થયા પછી અનંતર સમયે દેશવિરતપણાને પ્રાપ્ત કરે છે. દેશવિરત પ્રાપ્તિમાં ત્રીજી અનવૃત્તિકરણ થતુ cથી.
કરણની પૂર્વાવસ્થામાં પણ પ્રતિસમય, અનંતગુણ વધતી વિશુદ્ધિ હોય છે તથા અશુભકર્મનો બે સ્થાનિક રસ કરે છે. શુભ કર્મનો ચાર સ્થાનિક ૨સ કરે છે... વગેરે પૂર્વે કહ્યું છે તે પ્રમાણે પૂર્વાવસ્થાનું વિવરણ પણ અહીં યથાયોગ્ય સમજવું. પરન્તુ બંધ - ઉદય - સત્તા વગેરેમાં અહીં જે ફેરફાર હોય તે સ્વયમેવ વિચારી લેવો.
યથાપ્રવૃત્તકરણમાં પણ પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ વધે છે અને પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતબંધ પણ પલ્યોપમનો સંગાતમો ભાગ ભૂલ થતો જાય છે, પરંતુ અહીં સ્થિતિઘાત અને ઘસઘાત થતા નથી. શુભકર્મનો પ્રતિસમય અનંતગુણ રસ બાંધતો જાય, અશુભકર્મનો પ્રતિસમય અનંતગુણહીન ૨સ બાંધે છે. અધ્યવસાયોની સંખ્યા તથા તીવ્રતામંદતાનું સ્વરૂપ પૂર્વની માફક અહીં જાણg.
અપૂર્વકરણના પ્રથમ સમયે સ્થિતિઘાત, રસઘાત તથા અપૂર્વ સ્થિતબંધ શરૂ થાય છે, પરંતુ ગુણશ્રેણી થતી નથી. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૨૯ની ચૂર્ણિમાં કહ્યું છે - "ततो अपुव्वकरणं, तंपि तहेव अणूणमणतिरित्तं भणियव्वं । णवरि गुणसेढि नत्थि ।" સ્થિતિખંડ જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ હોય છે. અન્તર્મુહૂર્ત દરમિયાન રસઘાત પૂર્ણ થાય છે. હજારો ૨સઘાત પૂર્ણ થાય ત્યારે પ્રથમ સ્થિતિઘાત પૂર્ણ થાય છે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત પસાર થયે અપૂર્વકરણ પૂર્ણ થાય છે.
(૩) એકાન્તવૃદ્ધિ દેશસંચતઃ અપૂર્વકરણ પૂર્ણ થતા અનંતર સમયે જ દેશવિરત ગુણને પ્રાપ્ત કરે છે. ત્યારપછી અન્તર્મુહૂર્ત સુધી પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ વધતી રહે