________________
મહાવ્રતો
અને એ ભાવના, અભિલાષા, તમન્ના સાથે બધાએ બુલંદ અવાજે યુદ્ધની ઘોષણા
કરી દીધી.
હા !
એ યુદ્ધ ઘોષણા એટલે જ કરેમિભંતે સૂત્ર !
એ પહેલાની બધી ક્રિયાઓ એ તો આ યુદ્ધ માટેની જ તાલીમ હતી.
તાલીમ પ્રથમ ભલે હોય, પણ તાલીમ મુખ્ય નથી. મુખ્ય છે, મહા યુદ્ધ! એમ નમસ્કાર મહામંત્રના સ્મરણથી માંડીને કરેમિભંતે સૂત્ર (નવખ્ખીવાણુ પાઠ સાથે) બોલવા સુધીની બધી જ તાલીમ પ્રથમ ભલે હોય, પણ એ મુખ્ય નથી. મુખ્ય તો છે મહાભિનિષ્ક્રમણ ! મુખ્ય તો છે સર્વવિરતિ !
મુખ્ય તો છે પારમેશ્વરી પ્રવ્રજ્યા !
કરેમિભંતે સૂત્ર દ્વારા આ બધા જીવો કર્મરાજ સામેના યુદ્ધની ઘોષણા કરે છે. કેટલી હિંમત માંગી લેતું આ કામ !
ભલા નેપાળ જેવો નાનકડો દેશ અમેરિકા સામે યુદ્ધ ઘોષિત કરે કે? ભલા ગામડાની શેરીના ગિલ્લી-દંડાવાળા બાલુડાઓ ઓલોમ્પિકમાં ભાગ લે કે? ભલા એક નાનકડું મચ્છર વનરાજ સિંહને મારવા દોડે કે ? આવું હતું આ સાહસ !
ઘણી ખુમારી, ઘણો ભોગ માંગતું આ સાહસ !
પણ જબરદસ્ત તાલીમબદ્ધ હજારો આત્માઓએ આ સાહસ ખેડ્યું. યાદ રાખજો,
તાલીમ ભલે ગમે એટલી અઘરી હતી. પણ એ હતી માત્ર તાલીમ !
યુદ્ધ એટલે યુદ્ધ !
શું ફરક છે આ તાલીમમાં અને આ યુદ્ધમાં ? એમ કદાચ બધાને પ્રશ્ન થાય. કેમકે, દીક્ષા માટેની તાલીમમાં પણ એકાસણા હતા, દીક્ષામાં પણ એકાસણા છે. દીક્ષા માટેની તાલીમમાં પણ સ્નાન બંધ હતું, દીક્ષામાં પણ સ્નાન બંધ છે. દીક્ષા માટેની તાલીમમાં પણ વિહારો હતા, દીક્ષામાં પણ વિહારો છે. દીક્ષા માટેની તાલીમમાં પણ બ્રહ્મચર્ય હતું, દીક્ષામાં પણ બ્રહ્મચર્ય છે. તો દીક્ષાની તાલીમમાં અને દીક્ષામાં
બેમાં ભેદ શું ?
આવો પ્રશ્ન ચોક્કસ થાય.
******
८
******
****