________________
--------------------- યુદ્ધની ઘોષણા ------------------- (ઘ) ઘાયલ થઈને પણ અંતે વિજય વરનારા શૂરવીરો !
આમ યુદ્ધ પહેલા તાલીમ લઈને નીકળેલા રાષ્ટ્રવિજયની ખેવનાવાળા સૈનિકો પણ યુદ્ધ શરુ થયા બાદ આ ચાર વિભાગમાં વહેંચાઈ જતા હોય છે.
આધ્યાત્મિક રણમેદાનમાં પણ કંઈક આવી ઘટના તો નથી બનતીને?
હજારો આત્માઓ આ ભરતક્ષેત્રમાં જન્મ્યા, ત્યારે હતા સાવ અજ્ઞાની! ધીરે ધીરે મોટા થયા, સમજણ આવવા માંડી, સુદેવ-સુગુરુ-સુધર્મની ઓળખાણ થવા લાગી. “આપણે કર્મરાજના ગુલામ છીએ” એ પદાર્થ એકદમ સ્પષ્ટ સમજાયો. આવી ગુલામી એ હજારો આત્માઓ માટે અસહ્ય બની. અને જેમ અંગ્રેજોની ગુલામીથી ત્રાસેલા હજારો યુવાનોએ અંદરખાને અંગ્રેજો સાથે લડવા માટે જાતજાતની તાલીમ લેવા માંડેલી, એમ કર્મોની, દોષોની, દુઃખોની ગુલામીથી ત્રાસી ગયેલા આ હજારો આત્માઓએ અંદરખાને એની સામે જંગે ચડવાની તાલીમ લેવા માંડી.
મિથ્યાત્વને દૂર ફગાવી સમ્યકત્વને ગ્રહણ કર્યું, રોજેરોજ એ સમ્યકત્વને વધુને વધુ દઢ કરવાનો પ્રયત્ન કર્યો. સુદેવ-સુગુરુ-સુધર્મ સિવાય તમામને નહિ માનવાનો દઢ સંકલ્પ કર્યો, એ સંકલ્પ પણ રોજને રોજ દઢતમ કરતા ગયા.
હજી આગળ વધ્યા અને સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, ઘોર તપશ્ચર્યા, વિહાર, સ્વાધ્યાય, છ'રી પાલિત સંઘ; ઉપધાન, વ્યાખ્યાન શ્રવણ, બારવ્રતો, પૌષધ... અધધધ થઈ જવાય એટલી શુભ ક્રિયાઓ એ હજારો આત્માઓએ આદરી.
પણ આ બધું તો હજી માત્ર તાલીમ રૂપે જ હતું રણ મેદાને ખરું યુદ્ધ હજી શરુ થવાનું બાકી હતું. એ માટેની જ આ સખત મહેનત હતી.
(અલબત્ત દેશવિરતિમાં પણ કર્મો સામે યુદ્ધ છે, કર્મો ખટકે છે એ વાત સાચી છતાં આ વાત અપેક્ષાએ છે, (૧) સર્વ વિરતિમાં અનંતગુણી નિર્જરા છે.. (૨) શ્રાવક પણ જયારે દીક્ષા લેવા ઈચ્છે ત્યારે પહેલા તાલીમ લે છે જ... સર્વવિરતિ મહાયુદ્ધ હોવાથી એની અપેક્ષાએ દેશ વિરતિનું યુદ્ધ પણ એક તાલીમ જ છે.
આ બધી શુભક્રિયાઓમાં એ જીવો પારગામી બની ગયા, તાલીમ પૂરી થઈ અને એક મંગળ (!) દિવસે હજારો આત્માઓએ યુદ્ધની ઘોષણા કરી દીધી. દરેકે પોતપોતાના શત્રુઓ સામે જાહેર યુદ્ધનો આરંભ કરવાની પ્રતિજ્ઞાઓ કરી લીધી.
'બસ,
બધાની એકજ ભાવના ! “મારા આઠેય કર્મોને ચકનાચૂર કરી નાખું !” બધાની એકજ અભિલાષા ! “એક પણ દોષને જીવતો ન રહેવા દઉં !”
બધાની એકજ તમન્ના ! “હું વિજયી બનું, શુદ્ધ બનું, સિદ્ધ બનું !” ------૨૯-૯-૯-૨૯--૦૯--૦૯-૦૯-૦૯ ૭ ૮ ૯-૯----૦૯--૯-૨લ-ત-નીલ-રેલ---