________________
મહાવ્રતો અમારી પાસે આવે, અમે એમને સાચો માર્ગ દેખાડીએ. અમે કોઈને વંદનાદિ ન કરીએ... છતાં અમે નિરહંકારી, નમ્ર!”
“અમારામાં માનસિક દોષો છે જ નહિ, અમને મનમાં ય કોઈ ઈર્ષ્યા, ક્રોધાદિ દોષો ઊભા થતા નથી. એટલે જ અમારે સ્વદોષ દર્શન કે ગુરુ પાસે આલોચનાદિ કરવાની જરુર જ નથી. અમે ત્તો સરળ !”
આ ભૂમિકા છે નિશ્ચયવાદીઓની!
કોણ સમજાવે એમને ? કે જેને ત્રણ-ચાર દિવસથી ભોજન નહિ મળવાના કારણે કકડીને ભૂખ લાગી હોય અને સામે જ ભોજન તૈયાર હોય એ કંઈ ખાધા વિના રહેવાનો છે ?
કોણ સમજાવે એમને ? કે વૈશાખ-જેઠની ગરમીમાં બપોરે બાર વાગે ૧૦ કિ.મી. ચાલીને આવેલા, પરસેવાથી નીતરતા, સવારથી પાણીનું એક ટીપું પણ નહિ પીવા પામેલા માણસને કોઈ ઠંડા પાણીના સરબતના ગ્લાસ પીવા આપે તો એ કંઈ પીધા વિના રહેવાનો છે ?
કોણ સમજાવે એમને ? કે લગાતાર ત્રણ દિવસથી સખત પરિશ્રમ કરનારને, આંખનું મટકું પણ ન લગાવી શકનારને એરકન્ડીશન રૂમમાં ડનલોપની ગાદી ઉપર ઉંઘવાનુ મળે તો એ કંઈ ઘસઘસાટ ઊંઘ્યા વિના રહેવાનો છે ખરો ?
સાવ સીધી વાત આટલી છે કે આત્માની પરિણતિને તો કોઈ જોઈ શકતું નથી. એનું તો અનુમાન જ કરવાનું હોય છે એ અનુમાન બાહ્ય શુભપ્રવૃત્તિઓથી જ થઈ શકે છે. જેની પાસે એ બાહ્ય પ્રવૃત્તિ નહિ. એની પાસે પરિણિત હોવી એ માની ન શકાય. પર્વતની પાછળ, પેટાળમાં રહેલો અગ્નિ તો દેખાતો જ નથી. છતાં ત્યાં અગ્નિ છે, એવો નિર્ણય તો પર્વત ઉપર ધૂમાડો દેખાય તો જ થઈ શકે. જો પર્વત ૫૨ ધૂમ ન દેખાય તો અગ્નિનો નિશ્ચય ન કરી શકાય. એમ બાહ્ય શુભપ્રવૃત્તિઓ જો ન દેખાય તો એની પાસે ‘નિર્મળ પરિણતિ છે' એવો નિર્ણય ન કરી શકાય.
જે બ્રહ્મચર્યની નવવાડો બરાબર પાળે, તેનામાં બ્રહ્મચર્ય પરિણતિ હોવાનો નિર્ણય
થાય.
જે નિર્દોષ, સાદી ગોચરી સંયોજનાદિ વિના વાપરે, તેનામાં ઉત્તમ અનાશક્તિનો નિર્ણય થાય.
જે ગુરુના પ્રતિલેખન, કાપાદિ કાર્યોમાં પ્રયત્નશીલ દેખાય, તેનામાં ગુરુબહુમાનનો નિર્ણય થાય.
જે રોજ ૮-૧૦-૧૨ કલાકનો સ્વાધ્યાય કરે, વિકથા ત્યાગે, તેનામાં અંતર્મુખતાનો
***
XXX ८८