________________
------------- સવ્વ સાવ નો પશ્વવિવામિ ---------------- પાપપ્રવૃત્તિઓનો ત્યાગ અને શુભપ્રવૃત્તિઓનું પાલન ચાલુ જ રાખવું.
જેઓ શુભપ્રવૃત્તિ કરવાના ભાવ ન હોવાના કારણે શુભપ્રવૃત્તિ નથી કરતા, તેઓ છેવટે અશુભપ્રવૃત્તિઓમાં ખેંચાઈ જવાના અને ભયાનક અશુભભાવોનો ભોગ બની પુષ્કળ નુકસાન પામવાના.
જુઓ.
સાહેબ! દીક્ષા લેવાના ભાવ જ નથી જાગતા.” એવી ફરિયાદો કરનારા અને એના કારણે દીક્ષા ન લેનારા ઘણા છે, તેઓ છેવટે લગ્ન કરીને વધુ ને વધુ પાપમાં જ પડવાના ?
“સાહેબ! ભગવાન પ્રત્યે ભક્તિભાવ નથી જાગતા” એમ કહીને પૂજા છોડનારા, પૂજા ન કરનારાઓ પીક્યરાદિમાં પરોવાઈને ઘોર પાપ બાંધવાના ને ?
એને બદલે ભાવ વિના પણ, ભાવ જગાડવાના ભાવ સાથે દીક્ષા લેવાય, પૂજા કરાય તો ધીરે ધીરે સગવદિના પ્રતાપે ભાવ પણ પ્રગટી જ જાય.
એટલે ગણધર મહારાજાઓ આપણને સાવચેત કરે છે કે “સામાયિકપરિણામ ન જાગે તોય એ પરિણામ જગાડવાની ઈચ્છાથી સાવદ્યયોગોનો ત્યાગ કરતા જ રહેજો. એ જ સામાયિકભાવને જન્માવશે, તગડો બનાવશે...
આજે ઘણીવાર એવું બનતું જોવા મળે છે કે સંયમી પોતાનો મૂડ ન હોય તો તરત ક્રિયા છોડી દે છે. “ભાવ વિના ક્રિયા કર્યા કરવાથી શું લાભ ?” એમ વિચારતો રહે છે. આવું ન જ બનવું જોઈએ. મૂડ વિના પણ શુભક્રિયાઓને સમ્યક રીતે પકડી રાખવી જોઈએ.
૨. સામાયિક પરિણામ હોય તો યથાશક્તિ પાપત્યાગની પ્રવૃત્તિ થાય જ.
નિશ્ચયનયને જ મહત્ત્વ આપનારાઓ બાહ્ય શુભક્રિયાઓ આદરવા ઉપર કે બાહ્ય અશુભ ક્રિયાઓ ત્યાગવા ઉપર બિલકુલ ભાર આપતા નથી હોતા. તેઓ તો “અમારામાં અનેકાનેક ગુણો છે.” એવી ભ્રમણામાં જ રહે છે ને હકીકત એ હોય છે કે એમની પાસે ખરા અર્થમાં એકેય ગુણ હોતા નથી.
અમે તો ભાઈ! બધું જ ખાઈએ, ઘણીવાર ખાઈએ, છતાં અમે અનાસક્ત ! - અમે તો એરકન્ડીશનમાં રહીએ, પલંગ-સોફા પર ઉંઘીએ, મોંઘા-ચોખ્ખા કપડા પહેરીએ, સેટ-અત્તર નાંખીએ, બ્રેસલેટ અને વીંટીઓ પહેરીએ છતાં અમે દેહ પ્રત્યે વિરાગી!
અમે તો યુવાન સ્ત્રીઓ સાથે હસી હસીને વાતો પણ કરીએ, એમની સાથે હાથ મિલાવવાનું ઔચિત્ય(!) પણ કરીએ, એમની અનુમોદના માટે પીઠ ઉપર ધબ્બો ય લગાવીએ... છતાં અમે તદન નિર્વિકારી !” - “અમે કોઈ સાધુ બાપુની પાસે ન જઈએ, અમારી પાસે જ ઘણું જ્ઞાન છે. સાધુઓ ---૨૯ -૯-૪-૯-૦૯-૪-૯૦૯-
૨ ૮૭) --૦૯ - - - - - - - - - -